અમરેલી

શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં બાલપ્રતિભાશોધ – સ્પર્ધા યોજાઈ.

શિક્ષણમાં મૂલ્યોનો વિકાસ અને વિવિધ કલાઓમાં પ્રતિભા સંપન્ન બાળકોને પ્રોત્સાહિત કરવાના શુભ હેતુથી ગુણવતા
યુક્ત શિક્ષણ માટે સુવિદિત એવા શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં બાળ પ્રતિભા શોધ કાર્યક્રમનું આયોજન થયું હતું.
જેમાં પ્રાથમિક વિભાગમાં – કાવ્યો, દૂહા, લોકગીત અને વાર્તાઓની સ્પર્ધાનું આયોજન થયેલ હતું. અને દરેક ધોરણ
દીઠ વિદ્યાર્થીઓએ કૃતિઓ રજુ કરી હતી. પ્રાર્થના સભા પછીના સમયે બાળકોને ખુબ જ મજા પડી જાય તેવા બાળસભાનો
કાર્યક્રમ પણ રાખેલ હતો.
શાળાના સંચાલક દંપતિશ્રી દીપકભાઈ વઘાસિયા અને વિલાસબેન વઘાસિયાએ પ્રેરક હાજરી આપી બાળકોને
બિરદાવ્યા હતા.
સમગ્ર સ્ટાફની જહેમતને પરિણામે કાર્યક્રમ રસપ્રદ બની રહયો.

Related Posts