શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં તારીખ ૫-૩-૨૪ ના રોજ પ્રાર્થના ખંડમાં વિદ્યાર્થીની બહેનોને જીવનમાં ધ્યાનનું શું મહત્વ છે? તે અંગે માધુરી બહેન મસરાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. સાચું સૌંદર્ય આત્માનું સૌંદર્ય છે તથા વ્યક્તિએ બીજાના દુર્ગુણો ક્યારેય પણ જોવા જોઈએ નહીં તેઓ સંદેશ પણ આપ્યો હતો આ કાર્યક્રમમાં વી.ડી. કાણકીયા તથા એમ આર.સંઘવી કોમર્સ કોલેજના અંગ્રેજી વિષયના અધ્યાપક ડો. અર્જુનસિંહ પરમાર હાજર રહ્યા હતા તેમજ દર્શનાબેન માલાણી તથા તેમનું સમગ્ર યુનિટ હાજર રહીને આભા મંડળ તથા સ્વ ઊર્જા વિશે સમજાવ્યું હતું કાર્યક્રમના પ્રારંભમાં મહેમાનોનું સ્વાગત તથા પરિચય કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી ડી. એલ. ચાવડાએ આપ્યો હતો તથા સમગ્ર કાર્યક્રમનો આભાર દર્શન ડો. પ્રતિમા એમ શુક્લએ કર્યું હતું સફળ બનાવવા સમગ્ર સ્ટાફનો સહયોગ રહ્યો
શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ધ્યાન (મેડિટેશન) અંગે માર્ગદર્શન અપાયું

















Recent Comments