શ્રી અલખઘણી ગોવિદ ભગત ટ્રસ્ટ ની ગૌશાળા ની દામનગર શહેર માં બીમાર જીવો ની વંદનીય સેવા
દામનગર શહેર સહિત અસંખ્ય ત્રીસ થી વધુ ગ્રામ્ય માં મુક પશુ માટે મોટી માં ગણાતી શ્રી અખલધણી ગોવિદભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ની ગૌશાળા ની વંદનીય ગૌસેવા ગણતરી ની મિનિટો માં અબોલ જીવો ની વ્હારે આવતી એમ્બ્યુલન્સ એક ફોન માત્ર થી પહોંચી જાય છે સ્થળે સારવાર થઈ શકે તો તુરંત સારવાર અપાઈ છે અન્યથા દહીંથરા ગૌશાળા ખાતે લઈ જવાય છે દામનગર શહેર માં પ્રમુખ કોમ્પ્લેક્ષ પાછળ નંદીકેશ્વર મહાદેવ મંદિર પાસે બે દિવસ થી ઉભી ન થઈ શકતી બીમાર ગાય પડી હોવા ની ટેલિફોનિક સ્થાનિક રહીશો ની વાત થી શ્રી અલખઘણી ગોવિદભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ની એમ્બ્યુલન્સ ફોન કર્યા ના ગણતરી ની મિનિટો માં સ્વંયમ સેવી યુવાનો સાથે પહોંચી અને સંસ્થા ની એમ્બ્યુલન્સ માં ગાય ને દહીંથરા ગૌશાળા ખાતે ની પશુ હોસ્પિટલ માં દાખલ થવા લઇ જવાય હતી અબોલ જીવો માટે આશીર્વાદ રૂપ એમ્બ્યુલન્સ સેવા બીમાર પશુ ઓને હાઈડોલીક ની મદદ થી કોઈ પણ પીડા ન થાય તેવી જાળવણી સાથે લઈ જઈ સારવાર અપાય છે
Recent Comments