અમરેલી

શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઇસ્કુલ સાવરકુંડલામાં ૭૪માં પ્રજાસત્તાક  પર્વની શાનદાર ઉજવણી

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઇસ્કુલ અને શ્રી એ.કે.ઘેલાણી ગર્લ્સ હાયર સેકન્ડરી સાવરકુંડલામાં પ્રજાસત્તાક પર્વની રંગે ચંગે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

      શાળામાં અનેરા ઉત્સાહ સાથે શાળાની દિકરીઓ દ્વારા દેશભક્તિનાં ગીતો ઉપરની કૃતિઓ, દેશભક્તિ ગીતો , સ્પીચ તેમજ  શાળાની તમામ દિકરીઓ  Republic day અક્ષરમાં ગોઠવાઈ જઈને ,ત્રિરંગો લહેરાવી અનોખી અને અજોડ કૃતિઓ રજુ કરી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

      શાળાનાં ઉત્સાહી પ્રિન્સિપાલશ્રી વર્ષાબેન નરેન્દ્રભાઈ ખખ્ખરે સવારે આઠ કલાકે ત્રિરંગો લહેરાવી ,રાષ્ટ્ર ધ્વજ ને વંદન કરી સલામી આપેલ. આચાર્યશ્રીનાં વરદહસ્તે ધ્વજવંદન થયા બાદ તેઓશ્રીએ પ્રસંગને અનુરૂપ ખૂબ સુંદર વક્તવ્ય રજુ કરેલ.

       શ્રી નૂતન કેળવણી મંડળનાં ટ્રસ્ટીશ્રી જાબિરભાઈ ચૌહાણ, શ્રી નૂતન કેળવણી મંડળનાં કારોબારી સભ્યશ્રી મંજુલાબેન સાદિયા,શ્રી નૂ.કે.મંડળનાં સભ્યશ્રી સાદિયાભાઈ,એન.એસ.યુ.આઈ.નાં ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી કેતનભાઈ ખુમાન,એન.એસ.યુ.આઈ . અમરેલી પ્રમુખ સાહિલભાઈ શેખ,વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ નાં પ્રમુખ શ્રી પ્રિયંકભાઈ પાંધી તેમજ ઉપપ્રમુખ શ્રી જુબેરભાઈ ચૌહાણ સર્વે હાજર રહેલા,જે મહાનુભાવોનું  શાળાની દિકરીઓ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવેલ.

        શ્રી પ્રકાશભાઇ જાની દ્વારા ફ્લેગ હોસ્ટિંગ  કરાવવામાં આવેલ .સમગ્ર કાર્યક્રમનું  સુંદર  સંચાલન શાળાના શિક્ષક શ્રી આશિષભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related Posts