શ્રી કષ્ટભંજન મહાદેવ નો બીજો પાટોત્સવ ઉજવાયો અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો નું શિવ અનિષ્ઠાન
જૂનાગઢ જિલ્લા ના મેંદરડા ના સમઠીયાળા શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિગંભીર દિવ્યાંગો માટેની સંસ્થામાં બિરાજમાન શ્રી કષ્ટભંજન મહાદેવ નો બીજો પાટોત્સવ ઉજવાયો માનવસેવા એ જ પ્રભુ સેવા ના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી અતિગંભીર દિવ્યાંગો માટેની સંસ્થા માં શ્રી કષ્ટભંજન મહાદેવ શિવ શંકર ના મંદિરને બે વર્ષ પૂર્ણ થતા અને ત્રીજા વર્ષમાં પ્રવેશ કરતા સંસ્થાના સંચાલક દ્વારા મહાપ્રભુ શિવજી શ્રી કષ્ટભંજન મહાદેવ ને શુભ શણગાર સજી મંદિરને શણગારી શંકર ભગવાનનો અભિષેક પૂજા પ્રાર્થના વગેરેનો કાર્યક્રમ આ દિવ્યાંગ બાળકો દ્વારા ઉજવવામાં આવેલ હતો શ્રી કષ્ટભંજન મહાદેવ ના સાનિધ્યમાં આશરે સ્થાન લઈ રહેલા આ દિવ્યાંગો દ્વારા પોતાની કાલી ઘેલી ભાષામાં સ્તુતિ પૂજન અર્ચના દર્શન કરવામાં આવ્યા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આવતો આ ઉત્સવ સંસ્થા માટે અનેરું આકર્ષણ ધરાવે છે આ તકે ઉપસ્થિત હસમુખભાઈ પાનસુરીયા તથા હરસિધ્ધિ ગરબી મંડળ સમઢીયાળા ના પ્રમુખ હિતેશભાઈ માથુકિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ તકે સંસ્થાના સંચાલક કૌશિકભાઈ જોશી દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને શ્રી કષ્ટભંજન મહાદેવ શંકર મહાદેવનો આવો જ સાથ અને કૃપા આ દિવ્યાંગ બાળકો ઉપર કાયમ માટે રહે તેવી પ્રાર્થના કરી હતી. તેમની યાદીમાં આ પ્રમાણે જણાવવામાં આવેલ છે
Recent Comments