શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા, વિદ્યાનગર ખાતે કૌશલ દિક્ષાંત સમારોહ યોજાયો
શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા, વિદ્યાનગર, ભાવનગર ખાતે આઈ.ટી.આઈ. ભાવનગર આયોજિત કૌશલ દિક્ષાંત સમારોહ એટલે કે સ્કીલ કોન્વોકેશન સેરેમનીની ઉજવણી કરવામાં આવી હતી. આઈ.ટી.આઈ., ભાવનગરના આચાર્યશ્રી તપન વ્યાસ દ્વારા સર્વેને આવકારીને કાર્યક્રમને અનુરૂપ પ્રેરક ઉદબોધન કરી સફળ થયેલ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે એ.એસ.પી. શ્રી સફિન હસને તાલીમાર્થીઓને હવે પછીના જીવનમાં સફળ થવાં માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ, ભાવનગરના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી કિરીટભાઈ સોની, અગ્રગણ્ય ઉદ્યોગ ગૃહ નિરમા લિમિટેડના સિનિયર એચ.આર. શ્રી કેતન પંડ્યા, જીલાન ઓટોમેશનના શ્રી અંજુમ સોયબ ભોરાણીયા, સુમીટોમો કેમિકલ ઇન્ડિયા પ્રા.લી.ના એચ.આર.શ્રી સતીશ મહેતા, ગુજરાત એસ.ટી.ના ડિવિઝનલ કંટ્રોલરશ્રી એમ. ડી. શુક્લ તેમજ ડી.એમ.ઇ. શ્રી એચ. જી. રાવલ, ડેપો મેનેજરશ્રી કંદર્પ મહેતા તથા આઈ.ટી.આઈ.ના ભૂતપૂર્વ તાલીમાર્થી અને કેન્દ્ર સરકારના સેન્ટ્રલ સોલ્ટ યુનિટના શ્રી કે.એસ.ઝાલા ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments