ગોહિલવાડની ઐતિહાસિક શ્રી ધનાભગત જગ્યા ધોળામાં ધ્યાનકુટીરનું ખાતમુહૂર્ત શ્રી મોરારિબાપુનાં હસ્તે થયું છે. મહંત શ્રી બાબુરામજી મહારાજ અને સેવકો દ્વારા ભાવ અભિવાદન થયું હતું. શ્રાવણ માસનાં પવિત્ર દિવસમાં શ્રી ધનાભગત જગ્યા ધોળામાં શ્રી મોરારિબાપુનાં હસ્તે ધ્યાનકુટીરનું ખાતમુહૂર્ત થયું છે. અહીંયા ભગવત સ્મરણ અનુષ્ઠાન માટે જગ્યા દ્વારા આ ધ્યાન કુટીરનું નિર્માણ થનાર છે. ગોહિલવાડની ઐતિહાસિક શ્રી ધનાભગત જગ્યા અને તેમનાં ભજનનો સાનંદ ઉલ્લેખ શ્રી મોરારિબાપુ રામકથા દરમિયાન કરતાં રહે છે. આજનાં ખાત મુહુર્ત પ્રસંગે મહંત શ્રી બાબુરામજી મહારાજ અને જગ્યાનાં સેવકો દ્વારા શ્રી મોરારિબાપુનું ભાવ અભિવાદન થયું હતું. સંસ્થાનાં પ્રમુખ શ્રી ગણેશભાઈ ખૂંટ, શ્રી ભરત મહારાજ સહિત કાર્યકર્તાઓ દ્વારા સંકલન રહ્યું હતું.
શ્રી ધનાભગત જગ્યા ધોળા ધ્યાનકુટીર ખાતમુહૂર્ત શ્રી મોરારિબાપુ

Recent Comments