શ્રી નિવાસી અંધ વિદ્યાલય લોક વિદ્યામંદિર થોરડી ખાતે લહિયા કેમ્પ યોજાયો.
આજરોજ શ્રી નિવાસી અંધ વિદ્યાલય લોક વિદ્યામંદિર થોરડી તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકોને સરળતાથી લહિયા મંજૂરી મળી રહે તે માટે શાળામાં લહિયા કેમ્પનું આયોજન થયું હતું આ આયોજન જિલ્લા શિક્ષણ અધિકારી ગોહિલ તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આર. બી . ખેરના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા દરેક તાલુકામાં જુદી જુદી ટીમ શાળાઓમાં જઈ દિવ્યાંગ બાળક તેમજ તેના લહિયાની ખરાઈ કરવામાં આવી હતી જેથી દરેક શાળાને જિલ્લા સુધી બાળકને તથા તેના લહિયાને લઈને ન જવું પડે. શાળાઓ દ્વારા સરકારની આ પહેલને બિરદાવવામાં આવી હતી શ્રી લોકવિદ્યા મંદિરના ૧૯ દિવ્યાંગ બાળકોને આ કેમ્પથી લાભ મળ્યો હતો શ્રી નિવાસી અંધ વિદ્યાલય તથા લોક વિદ્યામંદિર થોરડીમાં જિલ્લા કક્ષાએથી અર્જુનભાઈ પરમાર તથા બિપિનભાઈ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા. લોકવિદ્યા મંદિર શાળાના આચાર્ય તથા સ્ટાફ તેમજ અંધ વિદ્યાલયના સ્ટાફ સાથે મળી આ કાર્ય સંપન્ન થયું હતુ
Recent Comments