શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ અમરેલી ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન સમારોહ સુરત ખાતે યોજાયો 
અમરેલી ખાતે આવેલ શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન સમારોહ સુરત ખાતે યોજાયો હતો. જે કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને આ સંસ્થા ના પૂર્વ ગૃહપતિ શ્રી જીવરાજભાઈ વૈષ્ણવ અતિથિ વિશેષ તરીકે હસમુખભાઈ બોરડ,મુકેશભાઈ વઘાસીયા,આ સંસ્થાના સફળતાના શીખરે પહોચેલ એવા વિદ્યાર્થીઓ આર. એન ડોબરીયા, ધારાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાત, નરોત્તમભાઈ રાખોલીયા, એસ.પી. શ્રી હરેશભાઇ દુધાત હાજરી આપી હતી. આ કાર્યક્રમની શરૂવાત પ્રાર્થનાથી કરવામાં આવેલ હતી. ત્યારબાદ કોરોનામાં મુત્યુ પામેલ દેશબંધુઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કાર્યક્રમને આગળના દોરમાં લઈ જવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં આ સંસ્થાની જૂની વિદ્યાર્થીકાળની યાદો તાજી થાય તે માટે સ્પેશ્યલ મેનુ પણ પ્રદર્શનમાં રાખવામાં આવેલ હતું.
આ કાર્યક્રમના અધ્યક્ષશ્રી જીવરાજભાઈએ સંસ્થા કેવી રીતે ઉભી કરવામાં આવેલ ત્યાંથી તેમના કાર્યકાળ દરમ્યાન તેમને થયેલા અનુભવો વિશે સુંદર માહિતી આપી હતી.આ કાર્યક્રમનું આયોજન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શ્રી ભાવેશભાઈ રફાળીયા,શ્રી કુમન પાનસુરીયા,પંકજ સોજીત્રા,પ્રકાશ ઘેવારિયા, રાજેશ નાકરાણી, ભદ્રેશ સભાડીયા વગેરેની આગેવાનીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવેલ હતું.જેમાં લગભગ ૮૦૦ જેટલાં પૂર્વ વિદ્યાર્થીની હાજરી જ આ કાર્યક્રમનું આકર્ષણ રહ્યું.
Recent Comments