શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળા – અમરેલીમાં જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
વિશ્વના સૌથી મોટા તહેવારો પૈકીનો એક તહેવાર એટલે જન્માષ્ટમી પર્વ. જાફરાબાદ તાલુકાની શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળામાં જન્માષ્ટમી પર્વની આનંદ ભેર ઉજવણી કરવામાં આવી હતી.તેમાં કૃષ્ણ જન્મોત્સવ, મટકી ફોડ, કૃષ્ણ રાસ લીલા, ભગવાન શ્રી કૃષ્ણના ભક્તિ ગીતો તથા વક્તવ્ય જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોમાં અને શાળા પરિવારમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી કિશનભાઇ ડોડીયા દ્વારા પર્વને અનુરૂપ પ્રેરણાત્મક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન શાળાના શિક્ષીકા બહેનશ્રી વિલાસબેન તથા શિક્ષકશ્રી મુકેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
Recent Comments