શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ગુરુપૂર્ણિમા પર્વે વૃક્ષ પૂજન પ્રકૃતિ વંદના શ્રી વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્યમાં ગુરૂપૂજન સાથે મહાપ્રસાદમાં જોડાયાં ભાવિકો જાળિયા રવિવાર તા.૨૧-૭-૨૦૨૪ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ગુરુપૂર્ણિમા પર્વે વૃક્ષ પૂજન પ્રકૃતિ વંદના કરવામાં આવી. શ્રી ગોપાલગિરિ બાપુની પ્રેરણા સાથે શ્રી વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્યમાં ગુરૂપૂજન સાથે મહાપ્રસાદમાં ભાવિકો જોડાયાં. શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ગુરુપૂર્ણિમા પર્વ પ્રસંગે ગુરૂપૂજન અને સત્સંગ સંકીર્તન સાથે વૃક્ષ પૂજન દ્વાર પ્રકૃતિ વંદના કરવામાં આવેલ. આશ્રમ દ્વારા છેલ્લાં ઘણાં સમયથી વૃક્ષ છોડ અર્પણ સાથે વિવિધ કથા પ્રસંગો સાથે વૃક્ષારોપણ ઉપક્રમ ચાલી રહ્યો છે. શ્રી ગોપાલગિરિ બાપુની પ્રેરણા સાથે આશ્રમમાં સવારે ગુરુપૂજન વંદના વિધિ થઈ. શ્રી વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્યમાં ગુરૂપૂજન સાથે મહાપ્રસાદમાં ગ્રામજનો તેમજ દૂર સુદૂરથી આશ્રમ પરિવાર સાથે ભાવિકો મોટી સંખ્યામાં જોડાયાં. આમ, ગુરુતત્વ અને પરમેશ્વરનાં પ્રકૃતિ સ્વરૂપની પૂજા વંદના કરવામાં આવી.
શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ગુરુપૂર્ણિમા વૃક્ષ પૂજન

Recent Comments