શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા દ્વારા રોગ નિદાન કેમ્પનું આયોજન
જય પરશુરામ સાથે જણાવવાનું કે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા અમદાવાદ શહેર તેમજ ગ્લોબલ હોસ્પિટલ ના સંયુક્ત પ્રયાસથી આજરોજ ગ્લોબલ હોસ્પિટલ ખાતે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
ઉપરોક્ત કાર્યક્રમમાં ૨૫૦થી વધુ ભૂદેવો સેવાનો લાભ લીધો હતો.
ઉપરોક્ત કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીશ્રી ડૉ યજ્ઞેશ દવે , મુખ્ય સંગઠક શ્રી ડૉ અશ્વિન ત્રિવેદી એડવોકેટ તેમજ દિનેશ રાવલ મીડિયા કન્વીનર ઉપસ્થિત રહેલ.
યુવા વિભાગના પ્રમુખ માલવ પંડિત તેમજ મહામંત્રી શ્રી કુણાલ દીક્ષિત અને કાર્યક્રમ અમલીકરણ વિભાગના અધ્યક્ષ રિતેશ વ્યાસ ઉપસ્થિત રહેલ. સરકારી યોજના અમલીકરણ ના અધ્યક્ષ કાનન દવે તેમજ આરતીબેન જાની મુકેશભાઈ રાવલ ઉપસ્થિત રહેલ
અખબારી યાદીમાં દિનેશ રાવલ દ્વારા અમદાવાદ શહેરના તમામ હોદ્દેદારો તેમજ રાજ્ય કક્ષાના પધારેલ સર્વ પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરી ટીમ ને અભિનંદન પાઠવવામાં આવેલ .
મુખ્ય સંગઠક શ્રી ડૉ અશ્વિન ત્રિવેદી દ્વારા ગ્લોબલ હોસ્પિટલ ના માલિક સુરેશભાઈ જાની તેમજ ગૌરવભાઈ ત્રિવેદી અને ડોક્ટર ટીમ નો શાબ્દિક આભાર વ્યક્ત કરેલ. તેમજ પધારેલ કોર્પોરેટર શ્રી રાજુભાઈ દવે ભૂદેવ અગ્રણી રાજુભાઈ શુક્લ ભરત જાની અને જગત ભાઈ શુક્લ મીડિયા પ્રભારી પાર્થ રાવલ નો આભાર વ્યક્ત કર્યો હતો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સરખેજ ના કોર્પોરેટર જયેશભાઈ ત્રિવેદી દ્વારા સેવાનો લાભ લેવા પધારેલા તમામ ભુદેવો ને અભિનંદન પાઠવ્યા હતા.
અમદાવાદ શહેર પ્રમુખ દીપેશ શુક્લ દ્વારા શહેર ની ટીમના યુવા પ્રમુખ કુણાલ દવે મહિલા પ્રમુખ શ્રી દીનાબેન રાવલ, સંજય રાવલ આકાશ અધ્વર્યું નો આભાર વ્યક્ત કર્યો હતો.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા ના અધ્યક્ષ શ્રી ભરતભાઇ રાવલ દ્વારા ટેલિફોનિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
Recent Comments