મતદારયાદી સુધારણા અંગે અમદાવાદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી સુજિત કુમારની ઉપસ્થિતીમાં ધારાસભ્યશ્રીઓનો સેમિનાર યોજાયો હતો. ગુજરાત યુનિવર્સીટીના અટલ-કલામ બિલ્ડીંગના ઓડીટોરીયમ હોલ-૧ ખાતે યોજાયેલ આ સેમિનારમાં અમદાવાદ ઝોનમાં સમાવિષ્ટ અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મતદારયાદી સંદર્ભે માનનીય ધારાસભ્યશ્રીઓના વિશાળ લોકસંપર્ક અને અનુભવોના આધારે તેમની સાથે વિસ્તૃત ચર્ચા- વિચારણા કરી તેમના રચનાત્મક સૂચનો દ્વારા મતદારોના પ્રશ્નોના નિકાલ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
આ સેમિનારમાં સ્વાગત પ્રવચન કરતાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠક્કરે જણાવ્યું કે, જાહેર હિસાબ સમિતિ (ઁછઝ્ર) ની બેઠકમાં થયેલ ભલામણ અનુસાર ધારાસભ્યશ્રીઓ માટે ઝોનવાર સેમિનારનું આયોજન કરવા સૂચન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજે અમદાવાદ ઝોનમાં સમાવિષ્ટ પાંચ જિલ્લાના જનપ્રતિનિધિઓ માટે મતદારયાદી સુધારણ અંગેનો સેમિનાર યોજાવામાં આવ્યો છે. આ સેમિનારમાં બૂથ લેવલ ઓફિસર (મ્ન્ર્ં) અને બૂથ લેવલ એજન્ટ (મ્ન્છ) ની કામગીરી અને તેમના સાથે સંકલન, મતદાન મથક પુન:ગઠનમાં ૧૨૦૦ સુધીના મતદારો હોય એ હિતાવહ છે તે સહિતના મુદ્દાઓની વિગતવાર ચર્ચાનું આયોજન કરાયું છે.
ચૂંટણીના માસ્ટર ટ્રેનર અને સાણંદ પ્રાંત અધિકારીશ્રી ડી. બી. ટાંકે જણાવ્યું કે, ચૂંટણીની સફળતાનો મુખ્ય આધાર મતદાનના દિવસે શાંતિપૂર્ણ મતદાન યોજાય એ છે. ચૂંટણીમાં મતદાન સારી રીતે થાય એ માટે મતદારયાદી ક્ષતિ રહિત હોવી જાેઈએ. ચૂંટણી મુક્ત, ન્યાયી અને તટસ્થ રીતે યોજવા બૂથ લેવલ ઓફિસર (મ્ન્ર્ં) ની ભૂમિકા ખુબ જ અગત્યની છે એમ જણાવી તેમણે મ્ન્ર્ં ની કામગીરીની વિગતવાર માહિતી આપી હતી. મતદારયાદીને અદ્યતન રાખવાની જવાબદારી બૂથ લેવલ ઓફિસર (મ્ન્ર્ં) હોય છે એની અગત્યતા સમજીને ચૂંટણી આયોગની સૂચના પ્રમાણે મ્ન્ર્ં ને ૫૦-૫૦ ના ગ્રુપમાં તાલીમ આપીને સજ્જ કરાશે. તેમણે બૂથ લેવલ એજન્ટ (મ્ન્છ-૧) અને (મ્ન્છ-૨) ની નિમણુંક અને કાર્યપદ્ધતિની માહિતી આપી મ્ન્ર્ં સાથે સંકલન સાધવા પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે, મ્ન્ર્ં દ્વારા ઘરે ઘરે ફરીને મતદારોની મુલાકાત લઈ મતદારયાદીની ચકાસણી કરવામાં આવે છે. મતદાન મથકનું પુન:ગઠનમાં શક્ય હોય ત્યાં સુધી મતદારના રહેણાંક વિસ્તારથી મતદાન મથક ૨ કિ.મી. દૂર ન હોવું જાેઈએ અને ૨૦૦ મીટરના અંતરમાં કોઈ રાજકીય પક્ષનું કાર્યાલય ન હોવું જાેઈએ તેમ તેમણે જણાવ્યું હતું.
મતદારયાદીમાં નામ દાખલ કરવા અને સુધારો કરવા માટે કયું ફોર્મ ભરશો ?
મતદારયાદીમાં નામ દાખલ કરવા, નામ કમી કરવા અને સુધારો કરવા માટે આ ફોર્મ ભરીને મતદારયાદીમાં સુધારા- વધારા કરાવી શકાય છે. જેમાં ફોર્મ નં-૬ મતદારયાદીમાં પ્રથમ વખત નામ નોંધવવા, ફોર્મ નં- ૬-એ- વિદેશમાં વસતા ભારતીય નાગરિકે મતદાર તરીકે નોંધાવવા, ફોર્મ નં- ૬-બી આધાર નંબર સાથે લીંક કરવા માટે, ફોર્મ નં-૭ કોઈ મતદારનું અવસાન થવાથી/ પોતાનું નામ કમી કરાવવા માટે કે મતદારયાદીમાંના કોઈ મતદારના નામ સામે વાંધો લેવા માટે અને ફોર્મ નં- ૮ સ્થળાંતર થવાથી/ હાલની મતદાર યાદીમાં નોંધાયેલ વિગતોમાં સુધારો કરવા/ જુના મતદાર ફોટોઓળખપત્ર (ઈઁૈંઝ્ર)ને બદલે નવું કાર્ડ મેળવવા,/ દિવ્યાંગ મતદાર તરીકે ચિન્હીત કરવા માટે, ફોર્મ નંબર-૯, ૧૦, ૧૧, ૧૧છ, ૧૧મ્ સહિતના ફોર્મની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
અમદાવાદ ઝોનમાં સમાવિષ્ટ પાંચ જિલ્લા અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના ધારાસભ્યશ્રીઓ રહ્યા ઉપસ્થિત

Recent Comments