દામનગર ના હાવતડ ગામે આજે બુધવારના રોજ શ્રી હાવતડ પ્રાથમિક શાળામાં અમરેલી જિલ્લાના ઉર્જાવાન યોગ કો. ઓર્ડિનેટર જયદીપભાઈ ચૌહાણ તથા તાલુકા યોગ ટ્રેનર અજયભાઈ ડેર તથા જયભાઈ રાઠોડ દ્વારા ધોરણ પાંચ થી આઠ ના વિદ્યાર્થી માટે યોગ શિબિરનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના આચાર્યશ્રી દ્વારા શબ્દપુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું.શાળાના બાળકોને નિયમિત યોગ કરાવતા શિક્ષિકા પ્રવિણાબેન વિસાણી એ પુસ્તક આપી સ્વાગત કર્યું.

આ સાથે શાળા ના શિક્ષકો શ્રી ધર્મિષ્ઠાબેન સુથાર,અર્ચનાબેન ત્રિવેદી,કીર્તિભાઈ ગોંડલીયા,તુલશીભાઈ મકવાણા સૌ એ સ્વાગત કર્યું. યોગ કોચ અને ટ્રેનર બંને મિત્રોએ બાળકોને સંગીત સાથે વિવિધ.આસન,ધ્યાન,પ્રાણાયામ,અને યોગની વિવિધ ટેકનીક શીખવી.અંતમાં, સૂર્યનમસ્કાર,શીર્ષાસન ,અને હાસ્યાસન બાદ સૌને યોગ ભગાવે રોગ અને યોગથી થતા ફાયદાઓ જણાવ્યા.આચાર્યશ્રી શૈલેષભાઇ જોટંગિયાએ સૌનો આભાર વ્યકત કર્યો
Recent Comments