અમરેલી

સંતનું શિક્ષણ અભિયાન.માનવસેવાનો  શૈક્ષણિક અભિગમ. 

સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ નીમ્બાર્ક આશ્રમ રાધેશ્યામ મંદિરના મહંત રામદાસબાપુ દ્વારા જરૂરીયાતમંદ પરિવારોના ધોરણ ૫ થી ૧૨ના વિદ્યાર્થીઓને આશ્રમ ખાતે રહેવાની, જમવાની, અભ્યાસની ફ્રી, પરીક્ષા ફી તેમજ પુસ્તકો, ચોપડા અને શૈક્ષણિક તમામ ખર્ચો આશ્રમ તરફથી ઉઠાવવામાં આવશે વિદ્યાર્થીઓને નીમ્બાર્ક આશ્રમ ઓળીયા થી અપડાઉન માટે પાસ પણ મહંત રામદાસજી આપશે અમરેલી જીલ્લાના વિદ્યાર્થી ઓમાં સાક્ષરતામાં વૃધ્ધિ થાય અને ગરીબ પરિવારોના બાળકો આર્થિક મુશ્કેલીઓના હિસાબે શિક્ષણથી વંચિત ન રહે તે માટે એક ખાસ પગલું ભરવામાં આવ્યું છે પૂજ્ય બાપૂ દ્વારા આશ્રમ ખાતે વિદ્યાર્થીને રહેવા માટે રૂમો, હોલ, સંડાસ બાથરૂમ, રસોડું તેમજ હરવા ફરવા માટે ગાર્ડન અને રજા દિવસે રમત ગમત માટે મેદાન પણ તૈયાર કરવામાં આવ્યું છે સાવરકુંડલા તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી સેવા, તપ, ધર્મકાર્ય અને સેવાકીય પ્રવુતિઓ રામદાસબાપુ દ્વારા કરવામાં આવી રહી છે તેમ આશ્રમ સેવક અમીતગીરી ગોસ્વામીની યાદી જણાવેલ.

Related Posts