fbpx
ગુજરાત

સંત શિરોમણી શ્રી વાલમપીરબાપા નું વર્ણાત્મક સ્મરણ સાથે સુરત – ગારીયાધાર ગ્રુપ ની બેઠક યોજાઇ

સુરત -ગારીયાધાર વાલમધામ ગ્રુપ સૂરત દ્વારા તા.૨૭/૦૭/૩૪ ને શનિવાર ના રોજ સૂરત ખાતે એક અગત્ય ની મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં વાલમપીર બાપા નું  વર્ણાત્મક રીતે સ્મરણ કરતા લોકલાડીલા હાસ્ય કલાકાર તેમજ પ્રસિદ્ધ સંતોની જીવન કવન ચરિત્ર ના કથાકાર વક્તા ઘનશ્યામભાઈ લાખાણી દ્વારા અને સૌરાષ્ટ્ર ની વાતો ને વાગોળતા એવા ટૂંકી ફિલ્મો દ્વારા વાસ્તવિકતા રજૂ કરતા રમતા જોગી ના પોડ્યુસર કિરણભાઈ ખોખાણી દ્વારા મીટીંગ નું વિશેષ રીતે સંબોધન કરવામાં આવ્યું જેમાં વિશાળ સંખ્યા માં વાલમપીર બાપા ના ભકતો ઉપસ્થિત રહ્યા હતા .

તેમજ મીટીંગ નો મુખ્ય હેતુ ગારીયાધાર શહેર સંતો ની ભુમી તરીકે જાણીતું છે ત્યારે ફરી એકવાર ગારીયાધાર શહેર ને વિશ્વ વિખ્યાત કરવાના તમાંમ પ્રયત્નો કરવામાં આવશે જેમાં ગારીયાધાર શહેર ને વાલમધામ તરીકે કેવી રીતે ઓળખાય અને કેવી રીતે વિશ્વ વિખ્યાત થાય એવા વાલમપીર બાપા નાં તમામ ભક્તો દ્વારા સંકલ્પ કરવામા આવ્યો અને સંકલ્પ પૂરો કરવામાં વાલમપીર બાપા ના ભકતો દ્વારા તમામ પ્રયત્નો કરાશે કે આજ થી જ્યાં જ્યાં ગારીયાધાર શબ્દ આવતો હશે ત્યાં (વાલમધામ) લખાશે અને આયોજક ભાઈઓ દ્વારા વાલમધામ શબ્દો ના સ્ટીકરો પણ બનાવવામાં આવ્યાં છે જે સ્ટીકરો દરેક વ્યક્તિ ના ઘર ના પ્રવેશદ્વાર, મોબાઈલ ફોન, ટુ- વ્હિલર બાઈક, ફોર- વ્હિલર કાર, તેમજ ખાનગી લકઝરી સુરત થી ગારીયાધાર જતી તમાંમ બસો માં પણ આયોજક ભાઈઓ દ્વારા સ્ટીકર લગાવવામાં આવશે . તેમજ ધંધાકિય જાહેરત ના બોર્ડ બેનરો પર પણ લખી શકાશે.

ત્યાંરે આ મીટીંગ માં ઉપસ્થિત રહેલ તમાંમ અતિથિ મહેમાનશ્રીઓ તેમજ વાલમપીર બાપા ના  દરેક ભકતો નો ગારીયાધાર વાલમધામ ગ્રૂપ આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે જેમ વીરપુર જલારામબાપા નું કહેવાય છે સતાધાર શામજી બાપુ ચલાલા દાના આપા નું પાળીયાદ અમરબાપુ નું ચિત્રા મસ્તરમ નું તેમ ગારીયાધાર વાલમરામ નું કહેવાય તેવો સુર વ્યક્ત કરાયો હતો તે માટે પ્રચાર પ્રચાર અભિયાન સહિત રોજિંદા વપરાશ પવાસ કે ઓળખ માટે જય વાલમરામ થી ફોન કોલ્સ સહિત ની બાબતો માં ઉપીયોગ કરવા સંકલ્પ વ્યક્ત કરાયો હતો  સમગ્ર ગારીયાધાર તાલુકા ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી પૂજ્ય વાલમરામ બાપા ના સેવક સમુદાય ની વિશાળ હાજરી આ બેઠક માં જોવા મળી હતી

Follow Me:

Related Posts