fbpx
સૌરાષ્ટ - કચ્છ

સંભવિત ત્રીજી લહેરને લઇ તૈયારીઃ રાજકોટમાં બેડની સંખ્યા વધારી ૧૪૪૦ કરાશે

કોરોનાની બીજી લહેરનો સત્તાવાર રીતે અંત આવ્યો છે અને હવે કેસ તેમજ મૃત્યુ લગભગ ‘૦’ થઇ જવા પામ્યા છે તેની સાથે સાથે બીજી ઘાતક લહેર પૂરી થતા તંત્ર પણ સંભવિત ત્રીજી લહેર પગલે એલર્ટ બની ગયું છે. ત્રીજી લહેર આવવાની શક્યતા જાેતા રાજકોટ મનપા તંત્ર , સિવિલ હોસ્પિટલ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં ત્વરિત પગલાં લઇ કામ કરી રહ્યું છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ ૬૦૦ બેડ વધારી કુલ ૧૪૪૦ બેડ તૈયાર કરાયા છે. ૧૪૪૦માંથી ૨૪૦ બેડ આઇસીયુ માટે તૈયાર કરાયા છે. કલેક્ટર તંત્ર અને સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યારથી જ ઓક્સિજન સપ્લાય સાથે સાથે પુરતા બેડની સુવિધા માટે બેડની સંખ્યામાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે.

સિવિલ અધિક્ષક આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બીજી લહેર દરમિયાન જે પ્રકારે સિવિલ સહિતની સરકારી હોસ્પિટલો બહાર એમ્બ્યુલન્સની લાઈનના દ્રશ્યો સર્જાયા હતા તેવા દ્રશ્યો ત્રીજી લહેર દરમિયાન ન સર્જાય તે માટે સિવિલ હોસ્પિટલમાં ૬૦૦ બેડ વધારવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ પહેલાં સિવિલમાં ૮૪૦ બેડ હતા જેમાં ૬૦૦નો વધારો કરી ૧૪૪૦ બેડ કરવામાં આવશે. ૧૪૪૦ બેડ પૈકી ૨૪૦ આઇસીયુ બેડ રખાશે. ઉલ્લેખનીય છે કે અગાઉ સિવિલમાં ૨૨૦ જ ૈંઝ્રેં બેડની ક્ષમતા હતી જેમાં નવા ૨૦ બેડ ઉમેરવા ર્નિણય કરાયો છે.

બીજી તરફ સમરસ હોસ્ટેલ ખાતે ૭૫૬ બેડની વ્યવસ્થા છે. જેમાં ૪૪૪ બેડનો વધારો કરીને ૧૨૦૦ બેડની ક્ષમતા કરવામાં આવશે. આ સાથે જ અહીં ૩૦ બેડનું આઇસીયુ યુનિટ પણ ઉભું કરાશે. જેથી દર્દીઓને રઝળપાટ ન થાય. અહીં પહેલાં એક પણ આઇસીયુ બેડ નહોતું પરંતુ હવે તે ઉપલબ્ધ કરાવવા ર્નિણય કરાયો છે. જ્યારે કેન્સર હોસ્પિટલમાં પહેલાં ૨૫ ૈંઝ્રેં બેડનું યુનિટ હતું જેમાં ૩૫ બેડનો વધારો કરીને અહીં ૬૦ આઇસીયુ બેડ તૈયાર કરવા ર્નિણય કરાયો છે.

Follow Me:

Related Posts