ગુજરાત

સંભવિત ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયા એ સિહોરના ભાણગઢ

પ્રભારી મંત્રીએ ગામની મુલાકાત લઇ ચોમાસા બાદ ગામ સુધીનો રસ્તો બનવાની જાહેરાત કરી છે. સંભવિત ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયા એ સિહોરના ભાણગઢ ગામની મુલાકાત લીધી. સંભવિત ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તેમજ ભાવનગર જિલ્લા પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા એ સિહોર તાલુકાના ભાણગઢ ગામની મુલાકાત લીધી હતી.

જિલ્લાના પ્રભારી મંત્રીએ ગામની મુલાકાત લઇ ચોમાસા બાદ ગામ સુધીનો રસ્તો બનવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત પાળીયાદ પાસે પુલ બની જવાથી ચોમાસા દરમ્યાન પાણી ભરવાનો પ્રશ્ન ઉકેલાઈ જશે એવું જણાવ્યું હતું. આ તકે જિલ્લા કલેકટરઆર. કે. મહેતા એ સિહોર તાલુકાના ભાણગઢ ગામની ચોમાસા દરમ્યાન થતી મુશ્કેલી અંગે માહિતી આપી હતી.ભાણગઢ ગામની મુલાકાત પહેલા મંત્રીએ સિહોર મામલતદાર કચેરી ખાતે તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ તકે જિલ્લા વિકાસ અધિકારી જી.એચ. સોલંકી, પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ, આઇ.એ.એસ. અધિકારી આયુષી જૈન, પ્રાંત અધિકારી દિલીપ સિંહ વાળા, મામલતદાર, આગેવાન ભરતભાઈ મેર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Posts