ગુજરાતના સંસ્કૃતના મૂર્ધન્ય કવિ ડો. હાર્ષદેવ માધવને 2018 નો કાલિદાસ સાધના પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે.જેનો અર્પણવિધિ તારીખ 28/8/2021 ના રોજ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રી સાવંત જી ની ઉપસ્થિતિમાં થશે.હર્ષદેવ માધવ ના સંસ્કૃત કાવ્યોનો અનુદીત કાવ્યસંગ્રહ ઇટાલિયન ભાષામાં ઈટાલીના પ્રોફેસર મર્ચેલો મેલી દ્વારા 2021 માં પ્રકાશિત થયો છે. તેમની કૃતિઓ દેશ-વિદેશની ભાષાઓમાં પણ પ્રકાશિત થઈ રહી છે. તેમજ જર્મન વિદુષી બિએટે ગુટાડીએ ભારતના સાત સંસ્કૃત લેખકોની નવલિકાઓ નો સંગ્રહ “રેલેબિયન” નામે જર્મન અનુવાદ સાથે ગત વર્ષે પ્રકાશિત કર્યો હતો.તેમાં ગુજરાતના હર્ષદેવ માધવ અને ઋષિરાજ જનીની વાર્તાઓ પણ સ્થાન પામી છેઅમદાવાદ સ્થિત ડો. હર્ષદેવ માધવ ભાવનગર જિલ્લાના વરતેજ ના વતની છે.Attachments area
સંસ્કૃત કવિ ડો હર્ષદેવ માધવ ને મહારાષ્ટ્ર સરકારનો કાલિદાસ સાધના પુરસ્કાર એનાયત થશે

Recent Comments