fbpx
રાષ્ટ્રીય

સઉદી અરબનું સોનેરી શહેર બનાવી રહ્યું છે અદ્ભૂત ટેકનોલોજીથી નવી બિલ્ડીંગ

સઉદી અરબ હાલના દિવસોમાં એક ખાસ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટનું નામ ન્યૂ મુરબ્બા છે. સઉદીની રાજધાની રિયાદમાં આ પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે. તેમાં એક સુંદર બિલ્ડીંગનું નિર્માણ થઈ રહ્યું છે, જેને ભવિષ્યની ઈમારત કહેવામાં આવી રહ્યું છે, કારણ કે આ પ્રોજેક્ટને તૈયાર કરવા માટે ભરપૂર ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈંટેલિજેંસનો ઉપયોગ કર્યો છે. આ પ્રોજેક્ટનો શોર્ટ વીડિયો ક્લિપ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ઈમારત જાેવામાં ખૂબ જ શાનદાર લાગી રહી છે. અરબ સમાચારના રિપોર્ટ અનુસાર, આ ઈમારતનું નામ મુકાબ છે.

આ ન્યૂ મુરબ્બા નામના શહેરના નવા ડાઉનટાઉન કોરનું કેન્દ્ર બિન્દુ હશે. આ વિશાળ ઈમારત ટૂંક સમયમાં આકર્ષણનું કેન્દ્ર બની જશે, કારણ કે તે દેખાવે સુંદર છે. માનવામાં આવી રહ્યું છે. તેની ઊંચાઈ ન્યૂયોર્કની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગથી ૨૦ ગણી મોટી હશે. આ વીડિયો ટ્‌વીટર અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે, જેમાં સોનરી રંગની સુંદર ઈમારત દેખાય છે. દેખાવમાં તે સોનાના શહેર જેવું લાગી રહ્યું છે.

યુઝરે આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે- સઉદી ઉરબે દ મુકાબનો એક પ્રચાર વીડિયો જાહેર કર્યો છે. રિયાદમાં ૪૦૦ મીટર લાંબી ક્યૂબના આકારની ગગનચુંબી ઈમારત જે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગથી ૨૦ ગણી મોટી છે. રિપોર્ટ અનુસાર, આ પ્રોજેક્ટમાં કેટલાય સામુદાયિક કેન્દ્ર હશે. મ્યૂઝિયમ, થિએટર, ૮૦થી વધારે મનોરંજન અને સાંસ્કૃતિક વેન્યૂ પણ હશે. સાથે જ અહીં ઔદ્યોગિક અને ડિઝાઈન યૂનિવર્સિટી પણ હશે. આ ઈમારતમાં હરિયાળીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ઈમારતમાં ૧૦૪,૦૦૦ રૂમ હશે, ૯ હજાર હોટલના રુમ બનાવામાં આવશે. ૧.૪ મિલિયન વર્ગ મીટરનો ઓફિસ એરિયા હશે.

Follow Me:

Related Posts