સણોસરા, વાળુકડ તથા ભાવનગરમાં ગાંધીગાન શ્રી મેઘા શ્રીરામ ડાલ્ટન
વિશ્વગ્રામ સંસ્થા અને શ્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિશ્વવિદ્યાલય ભાવનગર દ્વારા થયેલ આયોજન મુજબ આગામી શનિવાર, રવિવાર તથા સોમવારે લોકગાયિકા શ્રી મેઘા શ્રીરામ ડાલ્ટન ગાંધીગાન પ્રસ્તુત કરશે. આ કાર્યક્રમ સણોસરા, વાળુકડ તથા ભાવનગરમાં યોજાશે.
ગાંધીગાન એટલે છેવાડાનાં માણસના અવાજને સાંભળનારો કાન! વિકલ્પનો અવાજ અને વિશાળ વિશ્વનો પડઘો! લોકગાયિકા શ્રી મેઘા શ્રીરામ ડાલ્ટન ગાંધીગાન પ્રસ્તુત કરશે. આ કાર્યક્રમનું આયોજન વિશ્વગ્રામ સંસ્થા અને શ્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિશ્વ વિદ્યાલય ભાવનગર દ્વારા થયું છે.
ગાંધીગાન કાર્યક્રમોના આયોજન મુજબ આગામી શનિવારે રાત્રે સણોસરા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ અને રવિવારે સવારે વાળુકડ વિનય વિહાર કેળવણી મંડળ ખાતે લાભ મળશે.
ભાવનગરમાં સોમવારે સવારે શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિર બાદ શ્રી શામળદાસ કોલેજ અને બપોરે શ્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિશ્વવિદ્યાલય ખાતે ગાંધીગાન પ્રસ્તુતિ થશે.
Recent Comments