સતત ત્રીજા મહિને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો
આ વર્ષે કોમર્શિયલ ગેસ સિલિન્ડર સતત ત્રીજી વખત સસ્તા થયા છે. આઈઓસીએલ તરફથી મળતી માહિતી મુજબ દેશના ચારેય મહાનગરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો જાેવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હી અને મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર ૬૯.૫ રૂપિયા સસ્તો થયો છે. જે બાદ બંને મહાનગરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત અનુક્રમે ૧૬૭૬ રૂપિયા અને ૧૬૨૯ રૂપિયા થઈ ગઈ છે.
બીજી તરફ, કોલકાતામાં મહત્તમ ૭૨ રૂપિયાનો ઘટાડો થયો છે. જેના કારણે ભાવ ૧૭૮૭ રૂપિયા સુધી પહોંચી ગયા છે. દક્ષિણ ભારતના સૌથી મહત્વપૂર્ણ મહાનગર ચેન્નાઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૭૦.૫નો ઘટાડો થયો છે અને કિંમત ઘટીને ૧૮૪૦.૫૦ રૂપિયા થઈ ગઈ છે. દેશની ઓઈલ કંપનીઓએ સતત ત્રીજા મહિને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. આ ત્રણ મહિનામાં દેશના ચારેય મહાનગરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર ૧૧૯ રૂપિયાથી ૧૨૪ રૂપિયા સસ્તો થયો છે. જાે જૂન મહિનાની વાત કરીએ તો ભાવ ૭૦ રૂપિયાથી ૭૨ રૂપિયા ઓછા થયા છે.
Recent Comments