સદભાવના ગ્રુપ – સાવરકુંડલા દ્વારા ગણેશ મહોત્સવમાંચંદ્રયાન-૩ ના આકર્ષક ફ્લોટને રોવર શકિત પોઇન્ટ પર સ્થાપિત કરવામાં આવ્યું
દેશભરમાં ગણપતિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે સદભાવના ગ્રુપ-સાવરકુંડલા દ્વારા ગણેશ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.ગુજરાત રાજ્યમાં પ્રથમવાર ભગવાનની ભક્તિ સંગાથે રાષ્ટ્રભક્તિ ની ભાવના પ્રજ્વલ્લિત કરતી સાવરકુંડલાની એકમાત્ર સેવાભાવી સંસ્થા એટલે સદભાવના ગ્રુપ. સાવરકુંડલા શહેર તાલુકા માટે છેલ્લા ૨૧ વર્ષથી પૂ. ઉષા મૈયા ના આશીર્વાદ અને પ્રેરણાથી કાર્યરત સદભાવના ગ્રુપ દ્વારા જે.વી મોદી હાઇસ્કૂલ ના પટાંગણમાં ગણપતિ મહોત્સવની ઉજવણી સંગાથ દેશની આન બાન અને શાન સમા ચંદ્રયાન-૩ ને રોવર શકિત પોઇન્ટ પર સ્થાપિત કરીને આખી દુનિયાને અચંબિત કરનારા ભારત દેશના ઈસરોના વૈજ્ઞાનિકો ની સફળ સિદ્ધિને ખરા અર્થમાં સાર્થક સાબિત કરી બતાવનાર ચંદ્રયાન-૩ ને આબેહૂબ ૨૫ ફૂટની હાઈટ સાથે દેશભક્તિના ગીતો વચ્ચે દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-૩ ઉતરી રહ્યું હોય તેવો આકર્ષક ફ્લોટ તૈયાર કરવામાં આવેલ છે. બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ સાથે અમરેલી સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય મહેશભાઇ કસવાળા, મુકેશભાઈ સંઘાણી સહિતના ભાજપના પદાધિકારીઓએ દુંદાળા દેવ ગણપતિ બાપાના દર્શન પણ કરીને ધન્યતા અનુભવી હતી. સદભાવના ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ સાથે ચંદ્રયાન-૩ ની ઈસરો ની સિદ્ધિ જોવા આખું કુંડલા ઉમટી પડ્યું હતું ને સેવાના ધ્યેય સાથે કાર્યરત સદભાવના ગ્રુપ ધાર્મિકતા સાથે રાષ્ટ્રીયતા જોડીને એક નવતર ચીલો ચાતર્યો હતો.
Recent Comments