અમરેલી

ત્રણ પરપ્રાંતીય ઇસમોને રોકડ રકમ, વાહન સહિત કુલ કિં.રૂ.૮૯,૦૦૦/- નામુદ્દામાલ સાથે પકડી પાડી, ઘરફોડ ચોરી ૩ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ
ભાવનગર રેન્‍જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના
આપેલ હોય,અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી
જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્‍હાઓના આરોપીઓને શોધી કાઢી,
તેમના વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા
અમરેલી એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી વી.એમ.કોલાદરા નાઓની
રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્યાન બાતમી
હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે ત્રણ પરપ્રાંતીય શકમદ ઇસમોને રોકડ રકમ,
મોબાઇલ ફોન તથા મોટર સાયકલ સાથે પકડી પાડી, પકડાયેલ ઇસમોની સઘન પુછ
પરછ કરતા બાબરા તાલુકાના અલગ અલગ ગામોમાં ચોરીઓના ૩ ગુનાઓની
કબુલાત આપતા, ઘરફોડ ચોરી ૩ ગુનાઓ ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને
સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) માનસિંહ ખમસિંહ પરવડીયા, ઉ.વ. ૨૯, રહે.ચગદી, તળવી ફળીયુ, તા.જોબટ,
જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે.ઉટવડ ગામની સીમ, તા.બાબરા,
જિ.અમરેલી.

(૨) રાજકુમાર રામસીંગ રાવત, ઉ.વ.૨૭, રહે.બેનપુરા કુરવાડા, ડોગરી ફળીયુ,
તા.જિ.ખંડવા (મધ્યપ્રદેશ) હાલ રહે.ઉટવડ ગામની સીમ, તા.બાબરા,
જિ.અમરેલી.
(૩) મનોજ રામસીંગ રાવત, ઉ.વ.૧૯, રહે.બેનપુરા કુરવાડા, ડોગરી ફળીયુ,
તા.જિ.ખંડવા (મધ્યપ્રદેશ) હાલ રહે.ઉટવડ ગામની સીમ, તા.બાબરા,
જિ.અમરેલી.
 કબ્‍જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) રોકડા રૂ.૧૪,૦૦૦/-
(૨) એક હીરો કંપનીનું CD DELUXE મોડલનું મોટર સાયકલ જેના રજી. નં. GJ-05-EF-366
કિં.રૂ.૧૦,૦૦૦/-
(૩) એક હીરો કંપનીનું HF DELUXE મોડલનું મોટર સાયકલ નંબર પ્લેટ વગરનું જેના
ચેસીસ નંબર MBLHAC107R5H00178 કિં.રૂ.૫૦,૦૦૦/-
(૪) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ – ૩ જેની કિં.રૂ.૧૫,૦૦૦/-મળી કુલ
કિં.રૂ.૮૯,૦૦૦/- નો મુદ્દામાલ.

Related Posts