ગુજરાત સરકારે ખેડૂતોને સનેડો નામનું કૃષિ સાધન ખરીદવા માટે માટે કૃષિ સહાય આપવા માટેની યોજનાનો અમલ કર્યો છે ત્યારે હવેથી ખેડૂતો સનેડૉ નામનું કૃષિસાધન ખરીદ કરશે તો આવા ખેડૂતોને સનેડાની ખરીદી ઉપર સહાય મળી શકશે.
રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતા દ્વારા સનેડો સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજનાની અરજીઓ કરવા માટે ખેડૂતે આઇ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને અરજી કરવાની રહેશે. ખેડૂત આ અરજી તા .29 ડિસેમ્બર 2023ના સવારના 10:30 કલાકથી તા. 28 જાન્યુઆરી 2024 સુધી ઓનલાઇન પોતાની અરજી કરી શકશે. નાણાકીય લક્ષ્યાંકની 110% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે આવી અરજીઓ સ્વીકારવામાં આવશે. જેથી ખેડૂતોને અરજી કરવા માટે અમરેલીનાં ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ અપીલ કરી છે. જે ખેડૂત આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય એમણે અરજી વખતે ૮ – અ, આધારકાર્ડની નકલ અને બેંક પાસબુકની વિગત સામેલ રાખવાની રહેશે એમ પણ કૌશિક વેકરિયાની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
Recent Comments