fbpx
અમરેલી

સમગ્ર રાજયમાં ૧લી ઓગસ્ટથી ખાસ મતદાર સુધારણા કાર્યક્રમનો પ્રારંભ

રાજ્યભરમાં મતદાર સુધારણા કાર્યક્રમ અન્વયે મતદારયાદીમાં સુધારા-વધારા કરાવી શકાશે. અંતિમ મતદારયાદી ૧૦મી ઓકટોબર-૨૨ના રોજ પ્રસિધ્ધ થશે. ગુજરાત રાજ્ય માટે મતદારયાદીમાં નામ નોંધણી, નામમાં સુધારા-વધારા કરાવવા અને નામ કમી કરવા માટેની ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અન્વયે તા.૧ ઓકટોબર, ર૦રરની લાયકાતની તારીખે ૧૮ વર્ષ પૂર્ણ કરી રહ્યા હોય તેવા યુવાનો મતદાર તરીકે નોધણી કરાવી આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે, મતદારયાદી માટે તા.૧લી ઓકટોબર, ૨૦૨૨ની લાયકાતની તારીખને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ પૂર્વેની પ્રવૃત્તિઓ અને ફોટા સાથેની મતદારયાદીને અંતિમ કરવા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ પૂર્વેની પ્રવૃત્તિઓના ભાગરૂપે તા.૩૧-૭-૨૦૨૨ સુધીમાં મતદાન મથકોની ભૌતિક ચકાસણી અને મતદાન મથકોની પુન:ગોઠવણી, મતદારોની વિગતોમાં પુનરાવર્તન દૂર કરવા, ફોટાઓનું પુનરાવર્તન દૂર કરવા તેમજ EPIC (Electors Photo Identity Card) સંબંધી પ્રશ્નોનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તા.૧-૪-૨૦૨૨થી તા.૧૦-૮-૨૦૨૨ સુધી ફોર્મેટ-૧ થી ૮ને તૈયાર કરવા તથા તા.૦૧-૧૦-૨૨ની લાયકાતની તારીખને અનુરૂપ પૂરવણી અને સંકલિત મતદાર યાદીનો મુસદ્દો તૈયાર કરવામાં આવશે.ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે તા.૧૨-૮-૨૦રરના રોજ સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ કરવામાં આવશે. તા.૧૨-૮-૨૦૨૨ થી તા.૧૧-૯-૨૦૨૨ સુધી હક્ક-દાવા અને વાંધા રજૂ કરી શકાશે. આજ સમયગાળા દરમિયાન મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા નિયત શનિવાર-રવિવારે આ પ્રકારના હક્ક-દાવા અને વાંધાના નિકાલ માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. મતદારો દ્વારા રજૂ કરવામાં આવેલા હક્ક-દાવા અને વાંધાઓનો તા.ર૬-૯-૨૦રર સુધીમાં નિકાલ કરવામાં આવશે. તા.૧૦-૧૦-રરના રોજ અંતિમ મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.

મતદારયાદી સુધારણા કાર્યક્રમ પૂર્વે મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓને તાલીમ અને ઓરિએન્ટેશન તથા બુથ લેવલ અધિકારીઓને નિમણૂક તા.૩૧-૭-૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. મતદાર યાદી સુધારણા પૂર્વેની પ્રવૃત્તિઓ ભારતના ચૂંટણી પંચની વખતોવખતની સૂચનાઓ અને નિર્દેશ પ્રમાણે તથા મતદારયાદી મેન્યુઅલ, ૨૦૧૬ અને મતદાન મથક મેન્યુઅલ, ૨૦૨૦ પ્રમાણે હાથ ધરવાની રહે છે.

મતદાર યાદીમાં સમાવિષ્ટ મતદાર અથવા તો નવા સામેલ થનાર મતદારો માટે આધાર નંબર સ્વૈચ્છિક રીતે દાખલ કરવા તથા મતદાર તરીકે યાદીમાં સુધારા વધારા કરવા માટેના ફોર્મ નં. ૬, , ૮ માં સુધારી કરી નવા ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે, જે ૧લી ઓગસ્ટ,૨૦૨૨થી લાગુ પડશે. મતદારો ફોર્મ- વતી ભરીને મતદારયાદીમાં આધાર નંબર ઉમેરી શકે છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉપરોક્ત નિયમોના નિયમ-ર૬માં મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ નિયમ-૬ના પેટા નિયમ-૧એ મુજબ હવે મતદાર તરીકે નામ નોધણી માટે વર્ષ દરમ્યાન ચાર જુદી-જુદી લાયકાતની તારીખો નક્કી કરવામાં આવી છે. એટલે કે, તા.૧લી જાન્યુઆરી, ૧લી એપ્રિલ, ૧લી જુલાઇ અને ૧લી ઓકટોબરના રોજ મતદાર તરીકેની યોગ્યતા ધરાવતા હોઇ એટલે કે ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તો મતદાર યાદીમાં નામ નોંધાવી શકાશે. અગાઉ વર્ષમાં માત્ર એક જ વાર એટલે કે, ૧લી જાન્યુઆરીના દિવસની લાયકાત ધ્યાનમાં લેવાની રહેતી હતી.

Follow Me:

Related Posts