fbpx
રાષ્ટ્રીય

સરકારી નોકરીઓ માટે ભરતીના નિયમો પર સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો

સુપ્રીમ કોર્ટે ગુરુવારે મહત્વનો ર્નિણય આપ્યો છે. કોર્ટે કહ્યું કે પસંદગી પ્રક્રિયા શરૂ થયા બાદ સરકારી નોકરીઓમાં ભરતી સંબંધિત નિયમોમાં ફેરફાર કરી શકાશે નહીં. સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચે ચુકાદો આપ્યો હતો કે ‘ભરતીના નિયમો’ પસંદગી પ્રક્રિયા શરૂ થયા પછી અધવચ્ચે બદલી શકાશે નહીં, સિવાય કે સંબંધિત નિયમો સ્પષ્ટપણે આમ કરવાની પરવાનગી આપે. આ મામલો રાજસ્થાન હાઈકોર્ટમાં અનુવાદકની જગ્યાઓ પર ભરતી સાથે સંબંધિત હતો. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું, ‘ભરતી પ્રક્રિયા અરજીઓ આમંત્રિત કરતી અને ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાતના મુદ્દા સાથે શરૂ થાય છે.

ભરતી પ્રક્રિયાની શરૂઆતમાં સૂચિત કરાયેલ પસંદગી યાદીમાં સમાવેશ કરવા માટેની લાયકાતના માપદંડને ત્યાં સુધી બદલી શકાશે નહીં જ્યાં સુધી વર્તમાન નિયમો તેને પરવાનગી ન આપે અથવા જાહેરાત, જે હાલના નિયમોની વિરુદ્ધ નથી. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી પાંચ જજાેની બંધારણીય બેન્ચે આ ર્નિણય આપ્યો હતો. બેન્ચમાં જસ્ટિસ હૃષિકેશ રોય, જસ્ટિસ પીએસ નરસિમ્હા, પંકજ મિત્તલ અને મનોજ મિશ્રા પણ સામેલ હતા. આ કેસની સુનાવણી જુલાઈ ૨૦૨૩માં પૂર્ણ થઈ હતી. સુપ્રીમ કોર્ટે પોતાના ર્નિણયમાં કહ્યું કે, ભરતી પ્રક્રિયા શરૂ થયા બાદ સરકારી નોકરીઓ માટેના નિયમોમાં ફેરફાર કરી શકાય નહીં.

કોર્ટે પોતાના જૂના ચૂકાદા ‘કે. મંજુશ્રી વિ. આંધ્ર પ્રદેશ રાજ્ય’ (૨૦૦૮)ને સાચો ઠેરવ્યો હતો. આ ર્નિણયમાં કહેવામાં આવ્યું હતું કે ભરતી પ્રક્રિયાના નિયમો અધવચ્ચે બદલી શકાય નહીં. કોર્ટે પોતાના ર્નિણયમાં એમ પણ કહ્યું કે પસંદગી યાદીમાં સ્થાન મળવાથી ઉમેદવારને રોજગારનો સંપૂર્ણ અધિકાર મળતો નથી.સુપ્રીમ કોર્ટે કહ્યું કે ‘કે મંજુશ્રી’નો ર્નિણય સાચો છે. આ ર્નિણયને ખોટો ગણી શકાય નહીં કારણ કે તેમાં સુપ્રીમ કોર્ટના ૧૯૭૩ના ર્નિણય ‘હરિયાણા રાજ્ય વિરુદ્ધ સુભાષ ચંદર મારવાહ’ને ધ્યાનમાં લેવામાં આવ્યો ન હતો. ‘મારવાહ’ કેસમાં કોર્ટે કહ્યું હતું કે લઘુત્તમ માર્ક્‌સ મેળવનારા ઉમેદવારોને નોકરીનો અધિકાર નથી. સરકાર ઉચ્ચ પદો માટે ઉચ્ચ ધોરણો નક્કી કરી શકે છે. આ બાબત રાજસ્થાન હાઈકોર્ટના સ્ટાફમાં ૧૩ અનુવાદકની જગ્યાઓ ભરવા માટેની ભરતી પ્રક્રિયા સાથે સંબંધિત છે.

ઉમેદવારોએ ઇન્ટરવ્યુ પછી લેખિત પરીક્ષામાં બેસવાનું હતું. એકવીસ ઉમેદવારો હાજર થયા. તેમાંથી માત્ર ત્રણને હાઈકોર્ટે પાસ કર્યા હતા. બાદમાં જાણવા મળ્યું કે હાઈકોર્ટના ચીફ જસ્ટિસે આદેશ આપ્યો હતો કે ઓછામાં ઓછા ૭૫ ટકા માર્ક્‌સ મેળવનારા ઉમેદવારોને જ પસંદ કરવામાં આવે. ખાસ વાત એ છે કે જ્યારે હાઈકોર્ટે પહેલીવાર ભરતી પ્રક્રિયાનું જાહેરનામું બહાર પાડ્યું ત્યારે આ ૭૫ ટકા માપદંડનો ઉલ્લેખ નહોતો. તદુપરાંત, ફક્ત આ સુધારેલા માપદંડને લાગુ કરીને, ત્રણ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી અને બાકીના ઉમેદવારોને રદ કરવામાં આવ્યા હતા. ત્રણ અસફળ ઉમેદવારોએ હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન દાખલ કરીને આ પરિણામને પડકાર્યું હતું, જેને માર્ચ ૨૦૧૦માં ફગાવી દેવામાં આવી હતી, જેના પગલે તેઓએ (અપીલકર્તાઓએ) રાહત માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. અપીલકર્તાઓએ દલીલ કરી હતી કે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા ન્યૂનતમ ૭૫ ટકા માર્ક્‌સનો માપદંડ લાદવાનો ર્નિણય ‘રમત રમ્યા પછી રમતના નિયમો બદલવા’ સમાન છે, જે યોગ્ય નથી. આના સમર્થનમાં તેમણે મંજુશ્રી વગેરે વિરૂદ્ધ આંધ્રપ્રદેશ રાજ્યમાં ૨૦૦૮ના સુપ્રીમ કોર્ટના ર્નિણયને ટાંક્યો હતો.

Follow Me:

Related Posts