અમરેલી

સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ કોલેજ મંજૂર કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજૂઆત કરતા કૌશિકભાઇ વેકરિયા

અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના વિદ્યાર્થીઓના ઉજ્વળ ભવિષ્યને ધ્યાને રાખી તાલુકાના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે અમરેલી અથવા બીજા મહાનગરોમાં ના જવું પડે અને કુંકાવાવ ખાતે જ સર્વોત્તમ માળખાકીય સુવિધા સાથે સર્વશ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે હેતુથી કુંકાવાવ તાલુકા ખાતે સરકારી સાયન્સ કોલેજ, કોમર્સ કોલેજ તેમજ આર્ટ્સ કોલેજની મંજૂરી આપવા અંગે અને આ બાબતનો આગામી બજેટમાં સમાવેશ કરવા માટે અમરેલીનાં ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઇ વેકરિયાએ માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને માન. શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ ને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. આ સમયે અમરેલીના સાંસદસભ્યશ્રી નારણભાઇ કાછડીયા તેમજ ધારી-બગસરા વિધાનસભાના ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા સહિત જિલ્લાના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts