સરકાર તરફથી અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે રેલવે ઓવર બ્રિજ માટે રૂ. ૬૬.૫૭ કરોડ મંજૂર કરવામાં આવ્યા
અમરેલીના સાંસદ શ્રી નારાણભાઇ કાછડીયા જિલ્લાના વિકાસ તેમજ લોકોની નાની મોટી તમામ પ્રકારની સમસ્યાઓના નિરાકરણ માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે ત્યારે તેમની કારકિર્દીમાં વધુ એક યશ કલગીનો વધારો થયેલ છે. સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસોના ફળસ્વરૂપે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે રેલવે ઓવર બ્રિજ માટે સરકારશ્રી તરફ થી રૂ. ૬૬.૫૭ કરોડ મંજૂર કરવામાં આવેલ છે.
જે બાબતે સાંસદશ્રી એ જણાવેલ છે કે, સરકાર તરફથી શહેરી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ અને વાહન વ્યવહાર સરળ બની રહે તે માટે રેલવે ઓવર બ્રિજ મંજૂર કરવામાં આવે છે ત્યારે અમારા તરફ થી કરવામાં આવેલ રજૂઆતના ફળસ્વરૂપે સાવરકુંડલા ખાતે રેલવે ઓવર બ્રિજ માટે રૂ. ૬૬.૫૭ કરોડ મંજૂર થયેલ છે. જે બદલ સાવરકુંડલા શહેરીજનો વતી સરકારશ્રીનો સહદય આભાર વ્યક્ત કરું છું અને મને આશા છે કે સાવરકુંડલા ખાતે ઓવરબ્રિજ બનતા શહેરીજનોના માથાના દુઃખાવા રૂપ ટ્રાફિક સમસ્યાનું નિવારણ થશે.
Recent Comments