નવા ચુંટાયેલ કે સમરસ થયેલ સરપંચોને સરકારશ્રી તરફથી મળતી નાણાપંચની ગ્રાન્ટ વાપરવામાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ ન પડે અથવા તો હાલાકી ન પડે તે માટે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ તેમના મતક્ષેત્રના નવનિયુકત તમામ સરપંચશ્રીઓને સબંધિત તાલુકા પંચાયતે જરૂરી આધારો રજૂ કરી તાત્કાલીક ડી.એસ.સી. પ્રક્રિયા પૂણૅ કરી લેવા અપીલ કરેલ છે.
સાંસદશ્રીએ આ અંગે વધુમાં જણાવેલ છે કે, સરકારશ્રીના પ્રવતૅમાન નિયમોનુસાર ડી.એસ.સી. પ્રક્રિયા પૂણૅ કરવા માટે સરપંચશ્રીએ પોતાનો (૧) તાજેતરનો પાસપોટૅ ફોટો –એક (ર) આધાર કાડૅ અને પાન કાડૅની સ્વચ્છ નકલ (૩) આધારકાડૅ સાથે લીંક હોય તે મોબાઈલ નંબર અને (૪) ઈમેલ–આઈ.ડી. આ ચારેય આધારો ફરજીયાત રજૂ કરવાના રહેશે. જેથી જે નવ નિયુકત સરપંચ પાસે પાન કાડૅ ઉપલબ્ધ ન હોય તેઓએ તાત્કાલીક કઢાવી લેવું નહીતર તે સરપંચ નાણાપંચની ગ્રાન્ટનો ઉપયોગ કરી શકશે નહી.
નવ નિયુકત સરપંચશ્રીને કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો તેઓને અમરેલી સ્થિત સાંસદ કાયૉલય અથવા તો ટેલીફોન નં. ૦ર૭૯ર–રર૭૮૭૮ ઉપર સંપકૅ કરવા સાંસદશ્રીએ જણાવેલ છે.
સરકાર તરફથી મળતી નાણાપંચની ગ્રાન્ટ વાપરવા માટે સરપંચોને તાલુકા પંચાયતે આધારો રજૂ કરી મકહ પ્રક્રિયા પૂણૅ કરી લેવા અપીલ કરતા સાંસદ નારણભાઈ કાછડીયા

Recent Comments