સરોત્રામાં ભૂવાએ તાંત્રિક વિધી કરવાના બહાને રૂ. ૨૦.૫૨ લાખ પડાવી લીધા
અમીરગઢ તાલુકાના સરોત્રા ગામનો પરિવાર આર્થિક – સામાજીક પ્રશ્નો તેમજ માંદગીમાં સપડાતાં ભૂવાના શરણે ગયો હતો. જ્યાં મહેસાણાના કનોડાના ભૂવાએ ઘરમાં મહિલાના અસ્થિ દટાયેલા છે તેની તાંત્રિક વિધી કરવી પડશે તેમ કહી છેલ્લા ૧૮ માસમાં જુદાજુદા સમયે રૂપિયા ૨૦.૫૨ લાખ પડાવી લીધા હતા. આ અંગે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોધાવતાં પોલીસે તાંત્રિકના પરિવાર સામે ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. સરોત્રા ગામે રહેતા દીપીકાબેન ભરતભાઇ જાેષીનો પરિવાર કરીયાણાની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. જાેકે, બે વર્ષ અગાઉ ઘરમાં આર્થિક, સામાજીક તેમજ માંદગીની તકલીફો રહેતી હતી. આથી પાલનપુર તાલુકાના માલણ ગામના સબંધી ગીરીશપુરી વાલુપુરી ગૌસ્વામીની ઓળખાણથી મુળ મહેસાણાના કનોડાના અને હાલ મહેસાણા આસ્થાવિલા એપાર્ટમેન્ટમાં રહેતા ભૂવાજી જીગ્નેશગીરી નટવરગીરી ગૌસ્વામી ઉર્ફે મુન્ના ભુવાજીને તારીખ ૨૦ નવેમ્બર ૨૦૨૦ના દિવસે નળાસર ગામે મળ્યા હતા. બીજા દિવસે જીગ્નેશગીરી અને ગીરીશગીરી સરોત્રા ગામે આવ્યા હતા.
પાટ ઢાળી દાણા જાેઇ ધૂણીને કહ્યુ હતુ કે, તમારા જુના ઘરમાં સ્ત્રીના અસ્થિ છે. જે તાંત્રિક વિધીથી દૂર કરી આપીશ. એમ કહી વિશ્વાસમાં લીધા હતા. અને પોતાના ઘરે રમેણ હોવાનું કહી એક લાખ રૂપિયા ઉછીના માગ્યા હતા. જે પરિવારે ઉછીના પાછીના કરીને આપ્યા હતા. જાેકે જીગ્નેશ ભુવાએ આ નાણાં પરત આપી દીધા હતા. જે પછી ભુવો તેમના માતા ગોમતીબેન નટવરગીરી ગોસ્વામી અને પિતા નટવર ગીરી શિવગીરી ગૌસ્વામી સાથે સરોત્રા ગામે અવારનવાર આવી ધર્મીલો સંબંધ બાંધ્યો હતો. વિઘ્નોથી બચવા અલગ અલગ વિધિઓ કરવાના બહાને છેલ્લા ૧૮ માસમાં રૂપિયા ૨૦ લાખ ૫૨ હજાર ઉછીના પેટે લઈ લીધા હતા જે રકમ પરત મારતા આપવાને સ્પષ્ટ ના પાડી દીધી હતી. પોતાની સાથે તાંત્રિક વિધિના નામે છેતરપિંડી થઇ હોવાનું જણાતા આખરે દિપીકાબેન જાેશીએ ભુવાના પરિવાર સામે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણાના ભૂવાજી જીગ્નેશગીરી નટવરગીરી ગૌસ્વામી ઉર્ફે મુન્ના ભુવાજી, તેમની માતા ગોમતીબેન નટવરગીરી ગોસ્વામી અને પિતા નટવર ગીરી શિવગીરી ગૌસ્વામી સરોત્રા ગામે દીપીકાબેન જાેશી ના ઘરે તેમના દીકરાના લગ્ન પ્રસંગમાં તેમજ દીકરી ના ઢુંઢ પ્રસંગમાં આવી સામાજિક આપ લેનો વ્યવહાર કર્યો હતો. જે બહાને પરિવારને વિશ્વાસમાં લીધો હતો અને તે પછી તાંત્રિક વિધિ કરવાના બહાને તેમની પાસેથી રૂપિયા ૨૦.૫૨ લાખ પડાવી લીધા હતા.
Recent Comments