હિન્દી અને મરાઠી ફિલ્મોમાં પોતાની ભૂમિકાથી લોકપ્રિય એવા સુનીલ શેંડેનું ૭૫ વર્ષની વયે નિધન થયું છે. ૧૪ નવેમ્બરે મુંબઈ સ્થિત તેમના આવાસ પર જ તેમનું નિધન થયું હતું. તેમણે શાહરુખ ખાનને ટીવી શો ‘સર્કસ’ અને ‘ગાંધી’, ‘સરફરોશ’, ‘વાસ્તવ’ જેવી ઘણી સુપરહીટ ફિલ્મોમાં કામ કરેલું છે. તે પોતાના પાત્રને લઈને લોકોમાં પ્રચલિત થયા હતાં. તેમણે બોલિવૂડ ફિલ્મો સિવાય મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તેમના ઘણા પાત્રોને આજે પણ લોકો દ્વારા યાદ કરવામાં આવે છે. સુનીલ શેંડેએ મુંબઈના વિલે પાર્લે ઈસ્ટ સ્થિત પોતાના ઘરે આશરે રાત્રે એક વાગ્યે છેલ્લા શ્વાસ લીધા હતાં. તેમનો અંતિમ સંસ્કાર ૧૪ નવેમ્બર, સોમવારે બપોરે પારશીવાડાના સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યો હતો. સુનીલ તેમના પાછળ પત્ની જ્યોતિ અને બે દીકરા ઋષિકેશ અને ઓમકારને છોડીને ચાલ્યા ગયાં. સુનિલ શેંડેએ સર્કસમાં શાહરુખ ખાનના પિતાનું પાત્ર ભજવ્યુ હતું.
તેના સિવાય તેમણે ૮૦ અને ૯૦ના દાયકામાં ઘણાં મુખ્ય પાત્રો ભજવ્યા હતાં. તેના નિધનની જાણકારી આપતા ટિ્વટર યુઝર પવન ઝા એ લખ્યુ, “પ્રખ્યાત હિન્દી અને મરાઠી એક્ટર સુનીલ શેંડેનું નિધન થઈ ગયું. તેમણે વર્ષ ૧૯૮૨માં આવેલી ફિલ્મ ‘ગાંધી’માં ખૂબ જ નાનું પાત્ર ભજવ્યુ હતું.” પવન ઝાએ સુનીલ શેંડેની બે તસવીરો શેર કરીને આગળ લખ્યુ છે, “તેમણે ૮૦ અને ૯૦ના દાયકામાં કેટલાક મુખ્ય પાત્ર નિભાવ્યા હતાં. તેમણે દૂરદર્શન પર આવનારો ટીવી શો ‘સર્કસ’માં શાહરુખ ખાનના પિતાનું પાત્ર ભજવ્યુ હતું.” ‘સર્કસ’માં તે સર્કસના માલિક બન્યા હતાં. તેમના અને શાહરુખના પાત્રને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું.



















Recent Comments