બોલીવુડના દબંગ અભિનેતા સલમાન ખાનને ધમકીભર્યો પત્ર મળવાના મામલાનો ઉકેલ આવી ગયો છે. દિલ્હી પોલીસના સૂત્રોએ આ માહિતી આપી છે. મહારાષ્ટ્ર પોલીસની મદદથી કેસ ઉકેલવાની વાત સામે આવી છે. અભિનેતા સલમાન ખાનને ધમકીભર્યા પત્ર મામલામાં મહાકાલ નામના વ્યક્તિની ધરપકડ થઈ છે. જે મહાકાલની ધરપકડ કરવામાં આવી છે, તેણે પોલીસને પૂછપરછમાં જણાવ્યું કે આખરે પત્ર પાછળ સાચુ કારણ શું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પત્ર રાખવાનો આ મામલો લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જાેડાયેલો છે. આ પહેલાં મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ ફિલ્મ લેખક સલીમ ખાન અને તેમના પુત્ર અભિનેતા સલમાન ખાનને ધમકીભર્યો પત્ર મળવાના મામલામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પૂછપરછ માટે દિલ્હી પહોંચી હતી. મુંબઈ પોલીસે સલીમ ખાન અને સલમાન ખાનના નિવેદન નોંધ્યા હતા અને અભિનેતાના બાંદ્રા સ્થિત ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. પોલીસે સલમાનના બે બોડીગાર્ડના પણ નિવેદન નોંધ્યા હતા. અભિનેતાને ધમકી આપતા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, ‘સલીમ ખાન, સલમાન ખાન ખુબ જલદી તમારી હાલત મૂસેવાલા જેવી થશે જી.બી એલ.બી..’અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જીબી અને એલ.બીનો અર્થ ગેંગસ્ટર ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઈ થઈ શકે છે. પરંતુ પોલીસે આ વિશે કોઈ નિવેદન આપ્યું નથી.
સલમાન ખાનને મળેલી ધમકી કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી

Recent Comments