સવિલની કિડની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દિવસમાં ૨ વખત કરાવાય છે કસરત
કોરોનાનાં કપરા સમયમાં હાલ લોકો એક-એક શ્વાસ માટે વલખાં મારી રહ્યા છે. દિવસ રાત લોકો પોતાના સ્વજનને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, .ત્યારે હોસ્પિટલમાં પણ મૃત્યુનો આંકડો વધારે આવી રહ્યી છે. જેનાથી હોસ્પિટલમાં જતાં દર્દીઓ અને તેમના સ્વજન માટે ચિતા કરી રહ્યા છે. આવા સમયે શહેરના સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલના રાહત અપાવતા વીડિયો સામે આવ્યા છે. જેમાં સ્ટાફ દ્વારા કોરોનાનાં દર્દીને શારીરિક માનસિક હિંમત આપવામાં આવે છે. દિવસમાં અહીં ૨ વખત કસરત કરાવાયા છે. જેમાં દર્દીઓને પણ રાહતનો અનુભવ થઈ રહ્યો છે.
સિવિલ હોસ્પિટલમાં રોજની ૧૦૦થી વધુ મૃતદેહ બહાર જતાં હોય તેવા દૃશ્ય અનેક વાર સામે આવ્યા છે. ત્યારે દર્દીની હાલત કેવી છે તે જાણવા માટે તેમના સ્વજનો સતત ચિંતા કરતા હોય છે. આવા સમયે કિડની હોસ્પિટલમાં કેટલાક રાહત અપાવતા દૃશ્ય સામે આવ્યા છે. જ્યાં હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓને કસરત કરાવાય છે.
મેડિકલ સ્ટાફ દર્દીઓને હળવી કસરત કરાવે છે, જ્યારે દરેક દર્દીને પણ બધાની સાથે હૂંફ મળે છે. કિડની હોસ્પિટલના કોરોના વોર્ડમાં ઓક્સિજન પરના દર્દીઓ પણ હોસ્પિટલ સ્ટાફ દ્વારા કરાવવામાં આવતી હળવી કરસતમાં સામેલ થાય છે. હોસ્પિટલ દ્વારા હાલ આ પ્રકારે કોરોના દર્દીને શારીરિક માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે મેડિકલ સ્ટાફ દ્વારા પ્રયાસ કરવામાં.આવી રહ્યો છે.
Recent Comments