ગુજરાત

સસરા પાસેથી લીધેલ પૈસા પત્નીએ ચૂકવ્યા છતાં હેરાનગતિ કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ

એક્ટર બનવા માટે મુંબઇ ગયેલા પતિની મદદ માટે સસરા પાસેથી જ ઉધાર લીધેલા સાડા ત્રણ લાખ પત્નીએ નોકરી કરી ચૂકવ્યા હતા. લોકડાઉનમાં નોકરી વિહોણી બનેલી પત્નીને પતિએ નોટિસ મોકલાવી હોવાની અચરજ પમાડતી ફરિયાદ પરિણીતાએ મહિલા પોલીસ મથકે નોંધાવી હતી. જેથી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પતિની મદદ માટે પત્નીએ સસરા પાસેથી મદદ લેવી ભારે પડી હતી. નર્મદા જિલ્લાના સેલંબા ગામે રહેતી ૨૯ વષીય સોનલ પોદારના લગ્ન જુલાઇ-૧૭માં સચિનના લક્ષ્મીવિલા ટાઉનશિપમાં રહેતા અને વૈસુમાં ડાન્સ ક્લાસ ચલાવતા ક્રિષ્લાદત્ત તિવારી સાથે થયા હતા.
લગ્ન બાદ ચારેક મહિનામાં જ આ યુવાનનો ડાન્સ ક્લાસ બરાબર નહિ ચાલતા હોઇ તે બંધ કરી દેવાની સાથે પોતે એક્ટર બનવા માટે મુંબઈ જવા માગતો હોવાનું જણાવ્યું હતું, જાેકે, મુંબઇ જવા અને ત્યાં સ્ટ્રગલિગ પિંરેપડ દરમિયાન રુપિયાની જરૂર પડે તેમ હોઇ ક્રિષ્લાદત્ત પોતાના પિતા શિવદત્ત પાસે રૂપિયા ઉધાર માગ્યા હતા.
જાેકે, પુત્રનો સ્વભાવ જાણતા પિતાએ પુત્રવધૂ નાળાં સૂકવે તે શરતે આ રૂપિયા આપવાની તૈયારી બતાવી હતી. હોટેલ મૅનેજમેન્ટનું ભણેલી સોનલે અમદાવાદમાં નોકરી કરી સસરાને રૂપિયા ચૂકવ્યા હતા. તે સાથે જ પતિને પણ મુંબઇ રૂપિયા મોકલાવ્યા હતા.
જાેકે, લોકડાઉનમાં સોનલની નોકરી છૂટી જતાં દંપતી વચ્ચે ખટરાગ થયો હતો. રિસામણે પિયરમાં રહેતી સોનલે પોતે જે રૂપિયા આપ્યા હતા તે પરત માગતા પતિએ આક્રપોવાળી નોટિસ મોકલાવી હતી.
પતિને એક્ટર બનાવવા માટૅ પોતાના દાગીના વેચવાથી લઈને નોકરી કરી આર્થિક મદદ કરી હોવા છતાં પતિ અને સસરાએ તેની હેરાનગતિ કરી હોવાના આક્ષેપ સાથે સોનલ ગુરુવારે મહિલા પોલીસ મથકે પહોંચી હતી અને પતિ અને સસરા વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જેથી પોલીસે ગુનો દાખલ કરી સમગ્ર મામેલ આગળની તપાસ હાથ ધરી હતી.

Related Posts