fbpx
અમરેલી

સહકારના માધ્યમથી આસામા ટી પણ મધ–દૂધ ઉત્પાદનમા અગ્રેસર બને

આસામના પ્રવાસે રહેલ અમરેલી જીલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓના બોર્ડ ઓફ ડીરેક્ટર્સ એ આજરોજ સીતાજખાલા દુધ ઉત્પાદક મંડળીની મૂલાકાત લઈ દૂધ ઉત્પાદન થકી પુરક રોજગારી અંગેની માહિતીઓની આપ–લે કરી હતી સાથોસાથ આસામનો મુખ્ય વ્યવસાયીક ઉદ્યોગ ” ચા ” ઉત્પાદક સંસ્થા આસામા–ટી સાથે મૂલાકાત દરમ્યાન મધ ઉછેર અને દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ બનાવી ચા ઉત્પાદીત કરતા રાજયના ખેડૂતોને મધ અને દુધ ઉત્પાદનમા અગ્રેસર બનાવવા માટે આસામ–ટી પણ સહકારી ક્ષેત્રે સામેલગીરી બની રાજયના વિકાસમા સહયોગી બને તે અંગેની ચર્ચા–વિચારણા કરવામા આવી હતી.

આ તકે
ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી, અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયા સહિત બોર્ડ મેમ્બર્સ ઉપસ્થિત રહયા હોવાનું યાદીમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts