fbpx
ગુજરાત

સાંતલપુરના એક ગામની પરિણીતાને દહેજ બાબતે સાસરીયાઓએ ઘરમાંથી કાઢી મુકી

સાંતલપુરના એક ગામે રહેતી પરિણીતાને સાસરીયાઓએ દેહજ બાબતે તેમજ સંતાનો ન થતા શારીરિક માનસિક ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મૂકી હતી. જે અંગે પરિણીતાએ ફરીયાદ નોંધાવી છે. આ અંગેની મળતી માહિતી મુજબ સાંતલપુરનાં એક ગામની યુવતી તેના રાધનપુર તાલુકાના છાણીયાથર ગામે રહેતા સાસરીપક્ષના લોકો સામે એવો આક્ષેપ કર્યો છે કે, પરિણીતા પોતાના પિયરથી દહેજ લઇ આવી નથી અને સંતાન થતા નથી.

તેમજ ઘરકામ બાબતે ખોટી વાતો કરી ત્રાસ આપીને પતિ દ્વારા મારઝુડ કરાવી, તું જાેઇતી નથી તેમ જણાવીને તું છુટાછેડા કેમ આપતી નથી તેમ જણાવી માર માર્યો હતો. જે બાદ ઘરમાંથી કાઢી પિયરમાં મોકલી આપી હતી. તેમજ બીજીવાર સાસરે આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે પરિણીતાએ ફરીયાદ નોંધાવી હતી.

Follow Me:

Related Posts