સાંસદ નારણભાઈ કાછડીયા અને પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી ગારીયાધાર વિધાનસભા સીટનો પ્રવાસ કરશે
અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને પૂર્વ ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણી આગામી તા. ૦૬ માર્ચ ર૦ર૩ ને સોમવારથી તા. ૧૧ માર્ચ ર૦ર૩ ને શનિવાર સુધી સમગ્ર ગારીયાધાર વિધાનસભામાં તાલુકા પંચાયત સીટ વાઈઝ અધિકારીઓ સાથેનો પ્રવાસ કરશે. પ્રવાસ દરમ્યાન ભાવનગર જીલ્લા ના જીલ્લા પંચાયત અને મહેસુલ વિભાગ સહિતના તમામ વિભાગના અધિકારીઓ સાથે ઉપસ્થિત રહેશે અને ગ્રામજનોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ થાય તે માટે બન્ને પદાધિકારીઓ તરફથી પ્રયત્નો કરવામાં આવશે તેમ સાંસદ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવેલ છે.
Recent Comments