fbpx
અમરેલી

સાંસદ ભરતભાઈ સુતરિયા અને વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાએ તિરંગા મેળાની મુલાકાત લીધી

 ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અન્વયે અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની એન.આર. એલ.એમ યોજના અંતર્ગત દ્વારા ‘તિરંગા મેળા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત મહિલા સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને માર્કેટ મળે, મહિલાઓને આર્થિક ઉપાર્જન અને આર્થિક વૃદ્ધિથી આર્થિક સમૃદ્ધિ માટે પ્રોત્સાહન મળે તે હેતુથી જિલ્લા કક્ષા એ ‘તિરંગા મેળો’ યોજવામાં આવ્યો હતો.

હર ઘર તિરંગા અભિયાન અન્વયે યોજવામાં આવેલ જિલ્લા કક્ષા તિરંગા યાત્રા અંતર્ગત સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા,  વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હીમકર સિંઘ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જાડેજાએ ‘તિરંગા મેળા’ની મુલાકાત લીધી હતી. મહાનુભાવો અને અધિકારીશ્રીઓએ સ્વ સહાય જૂથોની મહિલાઓને પ્રોત્સાહન પુરું પાડ્યુ હતું.આ તિરંગા મેળાને સફળ બનાવવા માટે એન.આર.એલ.એમ યોજના જિલ્લા તેમજ તાલુકાના કર્મયોગીઓએ જહેમત ઉઠાવી હતી, તેમ અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.

Follow Me:

Related Posts