તમિલનાડુમાં કસ્તુરીએ તેલુગુ સમુદાય પર વિવાદાસ્પદ નિવેદન આપતા લોકોનો ગુસ્સો ભડકી ગયો, અભિનેત્રી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી સાઉથ સિનેમાની જાણીતી એક્ટ્રેસ કસ્તુરી શંકરે હાલમાં જ કંઈક એવું કહ્યું, જેના કારણે તે ઝડપથી વિવાદોમાં ફસાઈ ગઈ અને તેની સામે ફરિયાદ પણ થઈ. તમિલનાડુમાં આયોજિત એક જાહેર કાર્યક્રમમાં કસ્તુરી શંકરે તેલુગુ સમુદાય પર વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેનાથી લોકોનો ગુસ્સો ભડકી ગયો હતો. આ પછી, અભિનેત્રી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે પછી તે ગુમ થઈ ગઈ હતી. પરંતુ, હવે આખરે અભિનેત્રીની ધરપકડ કરવામાં આવી છે. તમિલનાડુ પોલીસે હૈદરાબાદમાં કસ્તુરી શંકરની ધરપકડ કરી છે.
અભિનેત્રી કસ્તુરીને તેલુગુ લોકો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ચેન્નાઈ પોલીસે સાયબરાબાદથી ધરપકડ કરી છે. તેલુગુ સમુદાય વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણી કરવા બદલ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને ૧૪ નવેમ્બરના રોજ, મદ્રાસ હાઈકોર્ટે તેમને આગોતરા જામીન નામંજૂર કર્યા હતા. કસ્તુરી શંકર સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી છે, જેણે ૧૯૯૧માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણીએ તમિલ ફિલ્મ ‘આથી ભગવાન’ થી તેની શરૂઆત કરી અને આ પછી તે ઘણી તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં જાેવા મળી. તેણે અન્નમય અને ભારતીય જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું જેના કારણે તેને ઓળખ મળી.
કસ્તુરી શંકર હવે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. પરંતુ, તાજેતરના દિવસોમાં, તે તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહી છે. કસ્તુરી શંકરે તાજેતરમાં તમિલનાડુમાં આયોજિત એક કાર્યક્રમમાં તેલુગુ સમુદાય વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમણે ઈવેન્ટ દરમિયાન કહ્યું કે તેલુગુ લોકો એ મહિલાઓના વંશજ છે જેમણે પ્રાચીન સમયમાં રાજાઓની સેવા કરી હતી. તેમના નિવેદન બાદ તેલુગુ સમુદાયમાં ગુસ્સો ફેલાઈ ગયો હતો અને આ વિવાદાસ્પદ નિવેદનને કારણે ચેન્નાઈના મદુરાઈમાં તેમની વિરુદ્ધ કાનૂની ફરિયાદો પણ દાખલ કરવામાં આવી હતી. અભિનેત્રી પર આરોપ છે કે તેણે તેલુગુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આ પછી, અધિકારીઓએ કાર્યવાહી કરી અને અભિનેત્રીને નોટિસ મોકલી, પરંતુ જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી, ત્યારે તેઓએ જાેયું કે તેનું ઘર તાળું છે અને તેનો ફોન પણ બંધ હતો. જે બાદ હવે અભિનેત્રીની ધરપકડ કરવામાં આવી છે.
Recent Comments