બોલિવૂડ

સાઉદી અરેબિયામાં રોનાલ્ડો અને સલમાન ખાન એક ફ્રેમમાં આવ્યાનો વીડિયો વાયરલ

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે જંગલની આગની જેમ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં ફૂટબોલ લેજેન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સલમાન ખાન સાથે જાેવા મળી રહ્યો છે. આ વીડિયો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ હતી. સલમાન અને રોનાલ્ડોને એક જ ફ્રેમમાં જાેઈને ચાહકો ખુશીથી ઉછળી રહ્યાં છે.

વીડિયો પર કોમેન્ટ્‌સનો જાણો વરસાદ થઈ રહ્યો છે.. હાલમાં સાઉદી અરેબિયામાં ટાયસન ફ્યુરી અને ફ્રાન્સિસ એનગાનોઉ વચ્ચે સ્સ્છ મેચ થઈ હતી, જેમાં ઘણી હસ્તીઓ જાેવા મળી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જીના રોડ્રિગ્ઝ સલમાન ખાનની બાજુમાં બેઠેલા જાેવા મળે છે. આ વીડિયોને શેર કરતી વખતે એક પ્રશંસકે લખ્યું, ‘જાે તમે મને પૂછો તો આ આ વર્ષની તસવીર છે. સલમાન ખાન × ક્રિસ્ટિયાનો રોનાલ્ડો.. તો બીજા યુઝરે લખ્યું, “એક ફ્રેમમાં બે ય્ર્ંછ્‌પ સલમાન ખાન અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો.” સલમાન ખાન હાલમાં તેની પ્રખ્યાત ફિલ્મ ટાઈગર ૩ માટે ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, જેને દર્શકો તરફથી ઘણો સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. ટાઈગર અને ઝોયાની જાેડીને મોટા પડદા પર જાેવા માટે ચાહકો ઉત્સાહિત છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળીના ખાસ અવસર પર રિલીઝ થશે.

Related Posts