સાણંદમાં હાર્ડવેરની દુકાનમાંથી ૫.૯૧ લાખનો મુદ્દામાલ ચોરનારા ૨ને ઝડપ્યા
સાણંદ વિરમગામ હાઇવે રોડ મુકિતધામ પાસે જીંદાલ ઇન્સ્ટ્રીયલ હાર્ડવેર નામની દુકાનમાં ૫ નવેમ્બરની રાત્રે અજાણ્યા ચોર ઇમસો દૂકાનોમાંથી શટર ઉંચુ કરી અંદર પ્રવેશ કરી રૂપિયા ૧૨૦૦૦ અને ૧૫૦૦ નું પરચુરણ તથા ચાંદીના સીક્કા નંગ ૩ આશરે ૮૦ ગ્રામ વજનના તથા કેબલ વાયરના બંડલ ૩૦ નંગ મોટા, ૧૦ નંગ નાના, ફીલર રોડ આશરે ૩૦ કીલો, કોપર ફીટીંગના બોક્સ નંગ- ૨ આશરે ૨ કીલો વજનના, બ્રાસની(પિત્તળની) ફીટીંગ, ટોર્ચ (હાથબતી) ૯ નંગ તથા અન્ય નાની મોટી વસ્તુઓ તમામ મુદામાલની કિંમત રૂપિયા ૫.૯૧ લાખ ની અજાણ્યા ચોર ઈસમો ફરાર થતાં સાણંદ પોલીસમાં વિનોદભાઇ નેમારામ સીરવીએ ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો. બનાવ અંગે સાણંદ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. જી. કે.ચાવડાને મળેલ બાતમી આધારે આરોપી વિરેન્દ્રકુમાર હરીલાલ પાલ અને અરવિંદ ઉર્ફે શિવકરણ ઉર્ફે શિવો સહદેવ નિશાદરાજ ( બંને રહે.હાલ મોરૈયા ગામ, મૂળ ઉ.પ્ર) ચોરી કરવામાં વાપરેલ ઇક્કો ગાડી સાથે મોટી દેવતી-સાણંદ રોડ બાયપાસ ખાતેથી પકડી તે ગાડીના માલિક બાબતે તેમજ આરોપીઓના ગુનાહીત ઇતિહાસ બાબતે ઈ-ગુજકોપમાં પોલીસે સર્ચ કરતાં આરોપી વિરેન્દ્રકુમાર ગુનાઓમાં સંડોવાયેલ હોવાની માહિતી મળેલ હતી.
જે ઈસમો પાસેથી ઉપરોક્ત ગુનામાં ચોરીએ ગયેલ મુદ્દામાલ પૈકી રોકડ રૂ.૩૫૨૪ /-, ઈક્કો ગાડી સહીત રૂ.૫,૯૧,૧૦૨નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને એક રીઢા ઘરફોડીયા આરોપી સહીત બે આરોપીઓની ધરપકડ કરી આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે. ?આરોપી વિરેન્દ્ર પાલ વિરૂધ્ધમાં નિકોલ, અસલાલી પોલીસ સ્ટેશનમાં ગુનામાં કાપડ ચોરીનો ગુનો દાખલ થયેલ છે. આરોપીઓની એમ.ઓ કોપરના વાયરો તથા કોપર/બ્રાસોના સ્પેરપાર્ટની, કાપડની તથા ગુટખા સીગારેટની દુકાન/ગોડાઉનના શટર ઉંચા કરી ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે. સાણંદ પોલીસ સ્ટેશન અને આરોપી વિરેન્દ્રકુમાર મોરબી પો.સ્ટે.ગુનામાં નાસતો ફરતો છે. તથા આ ઇસમોએ છ માસ દરમ્યાન ધોળકા, બાવળા, વસ્ત્રાલ રામોલ , ઉપલેટા તથા જેતપુર રાજકોટ, મોરબી સહીત વિઝીટ કરી છે. વોન્ટેડ આરોપીઓમાં સુરેશ અને રામબાબુ નિશાદ નો સમાવેશ છે.
Recent Comments