સુરત ગ્રામ્યમાં ડુપ્લિકેટ ઘીના મસમોટા જથ્થા સાથે ૧.૧૭ કરોડનો મુદ્દામાલ કબજે : બે આરોપી ઝડપાયા

જીસ્ઝ્ર ની ટીમે ડુપ્લિકેટ ઘી બનાવતી ઈન્ડસ્ટ્રી પર દરોડો પાડ્યો સુરત ગ્રામ્યમાં જીસ્ઝ્ર ની ટીમે ડુપ્લિકેટ ઘી તૈયાર કરતી ફેક્ટરી ઝડપી લીધી છે. પોલીસને માહિતી મળી હતી કે સુરતના ઓલપાડ ખાતે માસમા હની ઈન્ડસ્ટ્રીઝ ખાતે ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવે છે. જેને આધારેજીસ્ઝ્રના અધિકારીઓએ આ ઠેકાણે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે રૂ. ૨૩,૮૪,૭૦૦ ની કિંમતનો ૪૯૬ બોક્સ ભરેલો ડુપ્લિકેટ ઘીનો જથ્થો કબજે કર્યો હતો. તે સિવાય રૂ.૬૯,૬૭,૮૦૦ ની કિંમતનું ડુપ્લિકેટ ઘી બનાવવાનું રો મટિરીયલ, રૂ. ૧૬,૫૯, ૮૦૦ ની કિંમતની મશીનરી, રૂ.૭,૫૫,૮૪૧ ની કિંમતનું પેકીંગ મટિરીયલ, બે મોબાઈલ વગેરે મળીને કુલ રૂ. ૧,૧૭,૯૭,૬૪૧ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે સુરતના જહાંગીરપુરામાં રહેતા અને આઈ કે એન્ટરપ્રાઈઝના માલિક રાકેશ ઈશ્વરભાઈ ભાટીયા અને ભુપેશ ઈશ્વરભાઈ ભાટીયાની ધરપકડ કરી હતી. બન્ને આરોપીનો ગુનાહિત ભુતકાળ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીઓ વનસ્પતિ તેલને ઘીમાં રૂપાંતરિત કરીને તેમાં વિવિધ પદાર્થો ઉમેરીને પછી તેને “ઘી”ના લેબલ હેઠળ વેચતા હતા. આમ કરવાથી, તેઓ ખાદ્ય ઉત્પાદનોમાં ભેળસેળ કરતા હતા. તેને ગ્રાહકો સમક્ષ ખોટી રીતે રજૂ કરતા હતા અને ખાદ્ય સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરતા હતા. . ભેળસેળના આ કૃત્યથી માત્ર ખરીદારો સાથે છેતરપિંડી થતી નથી, પરંતુ આરોગ્ય માટે સંભવિત જાેખમો પણ ઊભા થયા છે. કારણ કે ઉત્પાદન અસલી ઘી સાથે સંકળાયેલા અપેક્ષિત ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરતું નથી.આ કેસની વધુ તપાસ ઓલપાડ પોલીસ ચલાવી રહી છે.
Recent Comments