ગુજરાત

સાપુતારા ઘાટમાં સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી; બસમાં ૭૦ જેટલાં પ્રવાસીઓ સવાર હોવા પ્રાથમિક એહવાલ

સાપુતારાની ઘાટીમાં એક અકસ્માત સર્જાયો હતો જેમાં ગુજરાતનાં સુરતની એક લક્ઝરી બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતના સમાચાર મળ્યા બાદ તાત્કાલિક ધોરણે સાપુતારા પોલીસ અને ૧૦૮ ની ટીમ દ્વારા બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આ લક્ઝરી બસમાં ૭૦ જેટલાં પ્રવાસીઓ સવાર હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો પ્રમાણે સમગ્ર ઘટનામાં કેટલાક પ્રવાસીઓ ઇજાગ્રસ્થ થયાના સમાચાર પણ સામે આવ્યા છે.

આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા છે. અહીં હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહીં છે. મળતી વિગતો પ્રમાણે સુરતથી સાપુતારા (જીટ્ઠॅેંટ્ઠટ્ઠિ) પ્રવાસીઓ લઈને આવેલ બસ ખીણમાં ખાબકી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ બસ સાપુતારાથી પરત સુરત જતા સમયે ઘટના બની છે. અકસ્માતમાં ચારથી પાંચ લોકો ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માત બાબતે સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બસના ડ્રાઇવરને ગંભીર ઇજા છે. આ સાથે સાથે દુઃખની વાત એ છે કે, અકસ્માતમાં બે બાળકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. બસમાં સવાર તમામને બહાર કઢાયા હતા. નોંધનીય છે કે, સાપુતારા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનામાં બે બાળકોના મોત થતા અત્યારે પંથકમાં શોકનો માહોલ છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ઘટનામાં બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ દીવાલ કૂદીને ખીણમાં ખાબકી હતી. નોંધનીય છે કે, અત્યારે બસને ત્નઝ્રમ્ અને ક્રેનનની મદદથી ઘાટમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

Related Posts