અમરેલી

સારહી યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત તપોવન આશ્રમનુંપુજ્ય મોરારીબાપુ નાં કરકમળો દ્વારા૧૦ માર્ચ-૨૦૨૪ ના રોજ લોકાર્પણ થશે

      સારહી યુથ ક્લબ ઓફ અમરેલી દ્વાર નિરાધાર તપસ્વિઓ માટે તૈયાર થઇ રહેલ તપોવન આશ્રમનું માત્ર ૧૪ મહિનામાં તૈયાર થઇને પુજ્ય મોરારીબાપુ નાં કરકમળો દ્વારા ૧૦ માર્ચ-૨૦૨૪ નાં રોજ લોકાર્પણ થવા જઇ રહ્યુ છે તેમજ રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન થયેલ છે. ત્યારે સારહી પરિવારનાં તમામ સભ્યો, મુકેશ સંઘાણીનાં માર્ગદર્શન દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહેલ છેત્યારે તપોવન આશ્રમમાં પ્રથમ ફેઇઝમાં ૬૪ તપસ્વિઓ તથા ૨૦ સ્ટાફ મળી કુલ ૮૪ વ્યક્તિઓને રહેવા માટેની સંપૂર્ણ સુવિધા તૈયાર થઇ ગયેલ છે. સાથે-સાથે આશ્રમમાં તપેશ્વર મહાદેવ મંદિર,લાઇબ્રેરી,સારવાર માટે મેડિકલ સુવિધા,પ્રાર્થના-સભા ખંડ,યોગા,કસરત માટેના સાધનો,ભોજનાલય,ખુલ્લુ મેદાન, ટી.વી. રૂમ, વગેરે જેવી સુવિધાઓ તૈયાર થઇ ગયેલ છે. વધુમાંગુણવત્તા સભર ભૌતિક સુખસગવડો, જરૂરી ઓર્ગેનિક ભોજન સામગ્રીનું ઉત્પાદન તેમજ ગૌશાળા આવી અનેક નાની-મોટી બાબતોની વ્યવસ્થાઓ માટે મુકેશ સંઘાણી સતત જહેમત ઉઠાવી રહ્યા છે તેમજ આ લોકાર્પણ પ્રસંગે અમરેલી જિલ્લાના તમામ સમાજ,સંસ્થાઓના પ્રતિનિધિઓપધારવા મુકેશ સંઘાણી નિમંત્રણ પાઠવે છે.તેમજ તમારા ધ્યાનમાં નિરાધાર તપસ્વિઓ હોય તો ૮૦૦૬૪૯૯૦૦૦ મોબાઇલ નંબરમાં અમારો સંપર્ક કરવા અનુરોધ છે. તેમ સારહી યુથ ક્લબ ઓફ અમરેલીની યાદી જણાવે છે.

Related Posts