ગુજરાતી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું હિમાચલ પ્રદેશમાં એક રોડ અકસ્માતમાં નિધન થઇ ગયુ છે. તેમણે સારાભાઇ વર્સિસ સારાભાઇમાં જેસ્મીનની ભૂમિકા કરી હતી. સારાભાઈ વર્સેસ સારાભાઈ’ શોમાં જાસ્મિનનો રોલ કરનાર અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું મંગળવારે સવારે નિધન થયું હતું. હિમાચલ પ્રદેશમાં એક કાર અકસ્માતમાં વૈભવીનું મોત થયું હતું. તેણી ૩૨ વર્ષની હતી. શો સારાભાઈ ફજ સારાભાઈ ટેક ૨ માં વૈભવી સાથે કામ કરનાર નિર્માતા-અભિનેતા જેડી મજેઠિયાએ આ સમાચારની પુષ્ટિ કરી છે. તે જણાવે છે કે ટર્ન લેતી વખતે ઉપાધ્યાયની કાર ખીણમાં પડી હતી. તેમણે જણાવ્યું કે, કારમાં વૈભવીનો મંગેતર પણ હાજર હતો, જેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પરની એક પોસ્ટમાં તેમણે જણાવ્યું છે કે, આ ઘટના ઉત્તર ભારતમાં બની હતી. જેડી મજેઠિયાએ તેમની પોસ્ટમાં લખ્યું, “જીવન ખૂબ જ અણધાર્યુ છે. એક ખૂબ જ સારી અભિનેત્રી, પ્રિય મિત્ર વૈભવી ઉપાધ્યાય, જે સારાભાઈ દૃજ સારાભાઈની ‘જાસ્મિન’ તરીકે વધુ જાણીતી છે. તેમનું નિધન થયું છે. એક અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું છે. પરિવાર તેમના પાર્થિવ દેહને આવતીકાલે (બુધવાર) સવારે લગભગ ૧૧ વાગ્યે અંતિમ સંસ્કાર માટે મુંબઇ લાવશે. વૈભવીના આત્માને શાંતિ મળે.”
સારાભાઈ વર્સીસ સારાભાઈની અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું નિધન

Recent Comments