ગુજરાત

સાળંગપુર મંદિર ખાતે ભીંતચિત્રોને લઈને ચાલી રહેલા વિવાદનો અંત લાવવા રામ માધવે સાધુ સંતો સાથે બેઠક કરી

સાળંગપુર મંદિર ખાતે ભીંતચિત્રોને લઈને ચાલી રહેલો વિવાદ ઉગ્ર બની રહ્યો છે. આજે સંત સમાજની બેઠક પણ યોજાઈ હતી. તો બીજી તરફ આ સમગ્ર વિવાદ મામલે હવે રાષ્ટ્રીય સ્વયં સંઘ એટલે કે ઇજીજીની એન્ટ્રી થઈ છે. વિવાદનો અંત લાવવા આરએસએસએ દરમિયાનગીરી કરી છે. ઇજીજીના રામ માધવે સાધુ સંતો સાથે બેઠક કરી છે. રામ માધવે સાળંગપુરની મુલાકાત લીધી છે. તેમણે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ સંતો સાથે બેઠક કરી છે.

ભીંતચિત્રના વિવાદ વચ્ચે આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, રામ માધવ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય સચિવ છે અને હાલ ઇજીજી માં મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. રામ માધવ ઇજજના અખિલ ભારતીય કાર્યકારણીના સદસ્ય છે. તેઓએ ૧૫થી ૨૦ મિનિટ સુધી મંદીર પ્રશાસન સાથે મુલાકાત કરી.

Related Posts