fbpx
રાષ્ટ્રીય

સાવધાનઃ દેશમાં એક જ દિવસમાં કોરોના કેસોમાં ૧૪ હજારનો વધારો

કેરળ માટે કાળ બન્યો, કોરોના બીજી લહેર બાદ પહેલીવાર એક દિવસમાં નોંધાયા ૨૨,૦૦૦ નવા કેસ, કોરોનાના નવા ૬૫ ટકા કેસ સાત રાજ્યોમાંથી આવ્યા, પૂર્વભારતમાં કેસોની સંખ્યામાં વધારો

દેશમાં રિકવરી રેટ ૯૭.૩૯ ટકા, અત્યાર સુધી ૩,૦૬,૬૩,૧૪૭ સ્વસ્થ થયા, કુલ ૪૪,૬૧,૫૬,૬૫૯ લોકોને વેક્સિન અપાઇ
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના કેસોમાં ૪૭ ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૩,૬૫૪ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે ૬૪૦ લોકોનાં મોત થયા છે. તેની સામે છેલ્લા ૨૪ કલાકમાં ૪૧,૬૭૮ દર્દી સાજા થયા છે. ભારતમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ૩,૯૯,૪૩૬ છે.

છેલ્લા ૨૪ કલાકમાં સામે આવેલા કોરોનાના નવા કેસોમાં અડધાથી વધુ કેસ માત્ર કેરળમાં છે. કેરળમાં મંગળવારે કોરોનાના ૨૨,૧૨૯ નવા કેસ સામે આવ્યા છે. જે ૨૯ મે બાદ એક દિવસમાં મળેલા સંક્રમિતોની સૌથી મોટી સંખ્યા છે.

દેશમાં રિકવરી રેટની વાત કરીએ તો તે ૯૭.૩૯ ટકા છે. અત્યાર સુધી કોરોનાથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા ૩,૦૬,૬૩,૧૪૭ થઇ ગઇ છે. વીકલી પોઝિટિવિટી રેટ ૫ ટકાની નીચે ૨.૩૬ ટકા પર છે. ડેલી પોઝિટિવિટી રેટ પણ ૫ ટકાની નીચે ૨.૫૧ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૦,૦૨,૩૫૮ વેક્સિનેશન થયું છે. અત્યાર સુધી કુલ ૪૪,૬૧,૫૬,૬૫૯ વેક્સિન અપાઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં આવેલા કેસમાં ૬૫ ટકા ઉપરના કેસ સાત રાજ્યોમાંથી જ આવ્યા છે. આ રાજ્યો છે કેરળ, મિઝોરમ, મણિપુર, આસામ, મેઘાલય, ત્રિપુરા, કેરળ અને સિક્કીમ. કેરળમમાંથી ૨૨,૧૪૯, મિઝોરમમાંથી ૧,૮૪૫ મણિપુરમાંથી ૧,૧૬૫, આસામમાંથી ૧,૪૩૬, મેઘાલયમાંથી ૭૧૦, ત્રિપુરામાંથી ૮૧૯ અને સિક્કીમમાંથી ૪૪૦ નવા કેસ આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં ૪૪.૫૮ કરોડથી વધુ વેક્સિન ડોઝ અપાયા છે. મંગળવારે ૩૬.૮૭ લાખ ડોઝ આપવામાં આવ્યા. ૧૮-૪૪ વયના લોકોને ૧૭,૭૧,૫૪૧ લોકોને પ્રથમ ડોઝ અને ૨,૬૯,૪૨૧ લોકોને બન્ને ડોઝ અપાયા છે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૧૮-૪૪ વયના કુલ ૧૪,૪૩,૦૮,૫૭૧ લોકોને પ્રથમ ડોઝ અને ૬૮,૭૨,૭૭૯ લોકોને બીજાે ડોઝ મળી ચૂક્યો છે.

કેરળમાં મંગળવારે કોવિડ-૧૯ના ૨૨,૧૨૯ નવા કેસ સામે આવ્યા હતા અને આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૩૩,૦૫,૨૪૫ થઈ ગઈ છે. સાથે જ તપાસ સંક્રમણ દર (ટીપીઆર) ફરી ૧૨ ટકાને પાર કરી ગયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૬ દર્દીઓના મૃત્યુ બાદ મૃતકોની સંખ્યા વધીને ૧૬,૩૨૬ થઈ ગઈ છે. મંગળવારે ૧૩,૧૪૫ દર્દીઓ સંક્રમણ મુક્ત થયા હતા અને ત્યાર બાદ રાજ્યમાં કુલ સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને ૩૧,૪૩,૦૪૩ થઈ ગઈ છે. રાજ્યમાં ૧,૪૫,૩૭૧ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

મંગળવારે આરોગ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર હજુ ખતમ થઈ નથી. કેટલાક ક્ષેત્ર ચિંતાના વિષય બનેલા છે. વેક્સિનેશન સંક્રમણને ઓછુ જરૂર કરશે, પરંતુ સંક્રમણ ન થાય તેની ગેરંટી નથી. તેમણે કહ્યું કે એવી કોઈ વેક્સિન નથી જે દાવા કરી શકે કે ૧૦૦ ટકા સંક્રમણ થશે નહીં. તેનાથી બીમારીની ગંભીરતા અને મોતને રોકી શકાય છે.

Follow Me:

Related Posts