fbpx
અમરેલી

સાવરકુંડલાના એટ્રોસીટીના ગુનામાં ૫ વર્ષથી નાસતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય.

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . શ્રી એ . એમ . પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . ગુ.ર.નં. ફર્સ્ટ ૦૩/૨૦૧૮ , ઇ.પી.કો. કલમ ૩૬૩ , ૩૬૬ , પોકસો એક્ટ કલમ ૧૮ એટ્રોસીટી એકટ કલમ ૩ ( ૨ ) ૫ મુજબના ગુનાનો આરોપી છેલ્લા ૫ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય , તેમજ મજકુર આરોપીનું નામ.સાવરકુંડલા કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ થયેલ હોય , ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે આજ રોજ તા .૨૩ / ૦૧ / ૨૦૨૩ નાં રોજ લાઠી તાલુકાના ઠાંસા ગામની સીમ વિસ્તારમાંથી મજકુર લીસ્ટેડ આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

→ પકડાયેલ આરોપીની વિગતઃ વિપુલ મધુભાઇ સોલંકી , ઉ.વ .૩૨ , રહે . ભુવા , તા.સાવરકુંડલા , જિ.અમરેલી

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. પોપટભાઇ ટોટા , તથા પો.કોન્સ . નિકુલસિંહ રાઠોડ , તુષારભાઇ પાંચાણી , રાહુલભાઇ ઢાપા , હરેશભાઇ કુંવરદાસ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts