અમરેલી

અમરેલી તાલુકાના નાનકડા એવા તરવડા ગામમાં જન્મેલા મનીષ ભંડેરી અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીનો આજે જન્મદિવસ

બાળપણથી જ અભ્યાસ ક્ષેત્રે તેજસ્વી અને નેતૃત્વના ગુણથી ભરપૂર વળી રાજકારણ તેમના લોહીમાં મળેલ, મનીષ ભંડેરીના દાદા વીરજીબાપા ભંડેરી સ્વતંત્ર સેનાની હતા તેઓ નેતાજી સુભાષચંદ્ર બોસની આઝાદ હિન્દ ફોજમાં રહીને ભારત દેશને આઝાદી અપાવવા માટેની સ્વતંત્ર સંગ્રામની લડાઈ લડયા હતા અને ભારત દેશની આઝાદી માટે સ્વતંત્ર સેનાની તરીકે એક વર્ષ સુધી જેલવાસ પણ ભોગવ્યો હતો, મનીષ ભંડેરીના પિતરાઈ દાદા નારાણબાપા ભંડેરી પણ અમરેલી જિલ્લાના મોટા સહકારી આગેવાન છે અને તેઓ ભૂતકાળમાં ગુજરાત કન્ઝ્યુમર ફેડરેશનના ચેરમેન પણ રહી ચૂક્યા છે તથા અમરેલી માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકેની ફરજ બજાવી ચુક્યા છે વળી નારાણબાપા ભંડેરી તો ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાથી લઈને ચીમનભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલા,કેશુબાપા પટેલ તથા દ્વારકાદાસ પટેલ અને મનુબાપા કોટડીયા સાથે પણ ખૂબ જ ઘરોબો ધરાવતા હતા, મનીષ ભંડેરીના પિતરાય મોટાભાઈ શિવલાલભાઈ ભંડેરી સૌરાષ્ટ્ર સ્ટોક એક્સચેન્જના પ્રમુખ રહી ચૂક્યા છે

તથા સૌરાષ્ટ્ર પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે, મનીષ ભંડેરીના પિતરાઈ મોટાભાઈ દિનેશભાઈ ભંડેરી અમરેલી જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને તરવડા ગ્રામ પંચાયતના સતત ૧૫ વર્ષ સુધી સરપંચ તરીકે પણ જવાબદારી નિભાવી છે, મનીષ ભંડેરીના પિતાશ્રી ધીરુભાઈ ભંડેરી અમરેલી જિલ્લા કોંગ્રેસમાં રાજીવ ગાંધી બ્રિગેડના જિલ્લા પ્રમુખ તરીકે ફરજ બજાવી ચુક્યા છે તથા જિલ્લા કોંગ્રેસમાં સંગઠન મંત્રી તરીકે પણ પોતાની કામગીરી બજાવી ચૂક્યા છે,આમ રાજકારણ મનીષ ભંડેરીના લોહીમાં રહેલું છે, સ્કૂલ તેમજ કોલેજ કક્ષાએ વિવિધ કાર્યક્રમમાં નેતૃત્વની પહેલ જ તેના જીવનની વિશેષતા રહેલી છે, શૈક્ષણિક ક્ષેત્રે આંકડાશાસ્ત્ર વિષયમાં B.Com. માં સ્નાતક તથા M.Com. માં અનુસ્નાતક તથા ફાઇનાન્સ વિષયમાં M.B.A. તથા એકાઉન્ટ વિષયમાં B.Ed. તથા કોમ્પ્યુટર સાયન્સમાં ડિપ્લોમા (D.C.S.) તથા ટેક્સના કાયદામાં અનુસ્નાતક (P.G.D.T.L.P.) કરી એક સામાન્ય શિક્ષકની સફર શરૂ કરી ડાયરેક્ટર અને અસામાન્ય રાજકારણ સુધીની તેમની સફર નીડર સાહસિકતા નું પ્રતીક છે,

વિદ્યાર્થીઓ, વાલીઓ અને કાર્યકર્તાઓમાં લોક ચાહના જ તેમના સરળ સ્વભાવનો પરિચય આપે છે, રાજકારણમાં સંગઠનથી શરૂ કરી યુવા કોંગ્રેસના મહામંત્રી તથા પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીના વિશ્વાસુ,વફાદાર અને અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના કર્મનિષ્ઠ પ્રમુખ તરીકેની આગવી છબી ધરાવે છે તેમણે તૈયાર કરેલ અમરેલી તાલુકાના ૭૧ ગામનું સંગઠન હોય કે જિલ્લાના તમામ તાલુકાઓનું સંગઠન હોય કે પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, વિધાનસભા, લોકસભાની ચૂંટણીમાં સંગઠનને મજબૂત રીતે એક સુત્રે રાખી ઉમેદવારોને વિજય બનાવવા માટેનો સખત પરિશ્રમનો શ્રેય તેમના ફાળે જાય છે, મનીષ ભંડેરી સમગ્ર અમરેલી જિલ્લામાં એક તેજાબી વક્તા તરીકેની આગવી છાપ ધરાવે છે, ખેડૂતો, વેપારીઓ, ગરીબો, દલિતો, શોષિતો અને પીડિતોની સાથે રહી પ્રશ્નો સાંભળી ત્વરિત નિરાકરણ માટે કામ કરતા રહ્યા છે, તેઓ સામાજિક, રાજકીય, શૈક્ષણિક ક્ષેત્રે આગવી પ્રતિભા ધરાવે છે, આજે તેમના જન્મદિન નિમિત્તે વિદ્યાર્થીઓ, વાલીઓ, ચાહકો અને કાર્યકર્તાઓ દ્વારા તેમના મોબાઈલ નંબર ૯૮૨૫૫ ૬૧૭૭૪ ઉપર અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે.

Follow Me:

Related Posts